BHARUCHGUJARATNETRANG

નેત્રંગ : ગાંધીબજાર ખાતે અર્થાવની મ્યુઝિકલ ગૃપ દ્વારા સંગીત સંધ્યા યોજાઈ.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૬/૦૯/૨૦૨૩

 

નેત્રંગ ટાઉન ખાતે ઠેર ઠેર ગણેશ ઉત્સવને લઇને વિવિધ મંડળો ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય રહ્યા છે. ત્યારે નેત્રંગ ટાઉનના ગાંધી બજાર ખાતે આવેલ માઈ મંડળ ખાતે પણ ગાંધી બજાર મહીલા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવામાં આવી રહી છે. તેમજ નાના બાળકો માટે પણ રમતો,નાટક જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય રહ્યા છે.

 

ત્યારે નેત્રંગના અર્થાવની મ્યુઝિકલ ગૃપ દ્વારા ગાંધી બજાર ખાતે ગણેશ ઉત્સવને લઇને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બળવંતભાઈ રાવલ, અવની રાવળ તેમજ તેઓના ગ્રુપ દ્વારા યોજાયોલ આ સંગીત સંધ્યાથી લોકો ઝૂમી ઉઠયા

હતા.

 

[wptube id="1252022"]
Back to top button