વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સમગ્ર ભારતમાં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન સંગ્રહાલય (NCSM), ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સોસાયટી દ્વારા, રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT), શિક્ષણ મંત્રાલય, ભારત સરકારના સહયોગથી, વિદ્યાર્થી વિજ્ઞાન મંથન (VVM) એ વિજ્ઞાન ભારતી (VIBHA)ની પહેલ હેઠળની એક વિજ્ઞાન આધારિત કસોટીનું આયોજન કરાયું છે.
જે અંતર્ગત ડાંગ જિલ્લાના ધોરણ 6 થી 9 ના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી વિજ્ઞાન મંથન પરીક્ષાનું આયોજન હાથ ધરાયુ છે.
વિદ્યાર્થી વિજ્ઞાન મંથન પરીક્ષા આગામી તા. 29 અને 30 ઓક્ટોબર 2023 ના રોજ (પરીક્ષાનું પ્રથમ સ્તર) ઓનલાઈન માધ્યમથી યોજાનાર છે. જેમા (વિદ્યાર્થીઓ માત્ર એક જ વાર લોગીન કરી શકશે.) પરીક્ષાનો સમય સવારે 10:00 થી સાંજે 06:00 ગમે ત્યારે (ફક્ત 90 મિનિટ) આપવામા આવેલ છે.
પરીક્ષા પરિણામની ઘોષણા 10 નવેમ્બર 2023 રોજ થશે. રાજ્ય કક્ષાની પરીક્ષા 26 નવેમ્બર 2023, અને 03, 10 અને 1 ડિસેમ્બર, 2023 (કોઈપણ એક દિવસ) યોજાશે. જ્યારે રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા 18 અને 19 મે 2024 ના રોજ યોજાશે. જેમા ફી રૂ.200/- વ્યક્તિગત રીતે અથવા શાળા દ્વારા વિદ્યાર્થીઓએ ચૂકવવાની રહેશે.
રેન્કર્સને માટે એક કે બે દિવસીય રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાના શિબીરનુ આયોજન કરાશે. શ્રીજન તથા ભાસ્કર શિષ્યવૃત્તિની વિગતો મેળવવા માટે https://vvm.org.in ની મુલાકાત લેવી, તેમજ વધુ માહિતી માટે સંપર્ક સ્ટેટ કોઓર્ડીનેટર (ગુજ.) ૧.પંકજ દર્જી- ૯૪૨૯૦૮૦૪૯૨, ૨.મનસુખભાઈ નારિયા-૯૪૨૬૮૧૨૨૭૩ નો સપંર્ક સાધવા માટે, ડાંગ પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, આહવા દ્વારા એક અખબારી યાદીમા જણાવાયુ છે.