કાલોલના વેજલપુર ગ્રામપંચાયત ના તલાટી લગ્ન નોધણી ના કૌભાંડ ની તપાસ કરાવવા જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆત

તારીખ ૦૨/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
તાજેતરમાં જ પંચમહાલ જીલ્લા ના એક તલાટી કમ મંત્રી મોટા પ્રમાણમાં લગ્નો ની નોંધણી કરાવતા સસ્પેન્ડ કરાયા છે ત્યારે મહેસાણા જિલ્લાના સિપોર ગામના અને હાલ વાઘોડિયા ખાતે રહેતા જગતસિંહ ચંદનસીંહ સોલંકી દ્વારા પંચમહાલ જિલ્લાના જીલ્લા વિકાસ અધિકારી ને ઉદ્દેશી કરેલ રજૂઆત મા પોતાની ભત્રીજી ના ખોટા પૂરાવા લઈ લગ્ન રજીસ્ટર કર્યાં હોવાનો આક્ષેપ કરી જરુરી કાર્યવાહી કરવા માંગ કરેલ છે. અરજીની વિગતો મુજબ તલાટી ક્મ મંત્રી વેજલપુર એ આશાબેન અજીતસિંહ સોલંકી રહે. સિપોર,તા.વડનગર જી.મેહસાણા નાઓ ના લગ્ન અંગેની નોંધણી ગત તારીખ ૦૫/૦૪/૨૦૨૪ ના રોજ નોધણી અનું કમં નં ૧૧૭/૨૦૨૪ થી તેઓના લગ્ન રજીસ્ટ્રરમાં નોધણી કરાવેલ છે. જે અંગે લગ્ન અંગેનુ સર્ટીફીકેટની ચકાસણી કરતા ધ્યાન પર આવેલ કે આ તલાટી એ કાયદાના સ્થાપીત ધારા ધોરણ મુજબના નીયમો વિરુધ્ધ જઈ ખોટા પુરાવા ઉભા કરી સાચા પુરાવાનો યોગ્ય ચકાસણી કર્યા સીવાય ખોટા લગ્ન અંગેના સર્ટીફીકેટ બનાવી આપવામાં આવી રહેલા છે. આમ આ કામના તલાટી ક્રમ મંત્રી એ ગત તારીખ ૦૪/૦૫/૨૦૨૪ ના રોજ નોઘણી કરેલ અનુ ક્રમ નં ૧૧૭/૨૦૨૪ લગ્ન સર્ટીફીકેટ મેળવવાના ફોર્મ માં નમુના નં ૧ માં વેજલપુર ગ્રામ પંચાયત પોતાના હસ્તક થી લખી ફોર્મ માં ચેડા કરેલ છે. જે સ્પષ્ટ જણાઈ આવેલ છે. તથા લગ્ન નોધણી ની યાદી માં લગ્નની તારીખ ૦૪/૦૫/૨૦૨૪ પણ પોતાના હસ્તક થી લખી તેમાં પણ ચેડા કરેલ છે.તથા લગ્ન નોધણી કરાવા માટે લેવામાં આવેલ ૫૦ રૂપીયાના સ્ટેમ્પ ગત તારીખ ૦૧/૦૨/૨૦૨૪ ના રોજ સોલંકી મહીરાજસિંહ કિરીટસિંહ નાઓ ના નામનો સ્ટેમ્પ લેવામાં આવેલ છે. જે સદર સ્ટેમ્પ માં લગ્ન ની વિધી કરાવનાર મુકેશકુમાર વિઠ્ઠલભાઈ જોષી નામના ઇસમે સોગંદનામું કરેલ છે. જેમાં મહાદેવ મંદિર વેજલપુર, તા.કાલોલ, જી.પંચમહાલ મુકામે કુલહાર કરી લગ્ન કરેલ છે. જેવી હકીકત જણાવેલ છે. આમ આ કામના લગ્ન અંગેની વિધી કરનાર મહારાજ કયારેય વેજલપુર, તા.કાલોલ મુકામે આવેલ નથી. વધુમાં સદર સર્ટીફીકેટ જોતા વેજલપુર મુકામે કયા મહાદેવ મંદિર માં લગ્ન કરવામાં આવેલ છે. જેની કોઈ જ હક્કીકત જણાવેલ નથી. આમ આ કામના તલાટી એ સરકાર શ્રી દ્રારા સ્થાપીત ધારા ધોરણના નીયમોને નેવે મુકી કાયદો પોતાના હાથ માં લઇ એક બીજા સાથે મેળાપીપણુ કરી ખોટા પુરાવા ઉભા કરી લગ્નની નોંધણી કરાવી રહેલા છે. જે કાયદા વિરુધ્ધ નુ ગુનાહીત કૃત્ય છે. આમ તલાટી કમ મંત્રી નાઓ એ પૈસા પડાવવા ના ઇરાદે ખોટા પુરાવા ઉભા કરી તાલુકા બહાર ની લગ્ન અંગેની નોંધણી કરી રહેલા છે. આમ અનુક્રમ નં ૧૧૭/૨૦૨૪ થી આપવામાં આવેલ સર્ટીફીકેટ ના કામે રજુ કરવામાં આવેલ વર- કન્યા, તથા સાક્ષીઓના સોગંદનામા વેજલપુર મુકામે નહી પરંતુ બનાસકાંઠા મુકામે કરવામાં આવેલ છે. જે પુરાવા તરીકે રજુ કરેલ છે. જે સ્પષ્ટ જણાઇ આવે છે.આમ આ તલાટી કમ મત્રી દ્રારા પોતાના મોબાઈલ પર પીડીએફ મંગાવી સર્ટીફીકેટ આપવામાં આવી રહેલા છે. આમ આ કામના તલાટી કમ મંત્રી નાઓ એ સને ૨૦૨૪ માં આજ દિન સુધી ૧૩૦ જેટલા લગ્ન અંગે ની નોધણી તેઓ ની ગ્રામ પંચાયત માં લગ્ન રજીસ્ટ્રરમાં નોંધ કરેલ છે. આમ લગ્ન રજીસ્ટ્રરમાં લેવામાં- કન્યા ની સહી ના નમૂના માં વર – કન્યા ને બોલાવ્યા સીવાય પોતે સહી કરી કાયદા વિરુદ્ધનુ ગુનાહીત કૃત્ય આચરી રહેલા છે. આમ સદર કામે આ કામના તલાટી ક્રમ મંત્રી વેજલપુર ગ્રામ પંચાયત માં સચોટ તપાસ કરવામાં આવે તો લગ્ન નોધણી અંગે નુ મોટુ કૌભાંડ બહાર આવેલ જેથી કાયદેસરની તપાસ કરાવવા લેખીત રજુઆત કરી છે.