GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સહિત ગુજરાત ૬૩૬ રોહિત સમાજના બુદ્ધિજીવીઓ ની ઉપસ્થિતિમાં મહાસંમેલન ટીમ્બાગામ ખાતે યોજાશે.

તારીખ ૨૪/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પરિવર્તન એ સંસાર નો નિયમ છે‌. સંસાર સમાજ થકી ચાલે છે.માનવજીવનમાં તેના સમાજ નો ઉદ્ભવ જન્મથી મૃત્યુ સુધી રહે છે.જીવનમાં સામાજીક રીતરિવાજોથી સંસ્કૃતિ ટકે છે. સંસ્કૃતિથી આપણી ઓળખ બને છે.ગુજરાતના ગામડે-ગામડે સંત શિરોમણી ગુરુ રોહિતદાસ બાપુ ના વશંજો વસે છે.જે રવિદાસ, રોહિદાસ,રવિદાસીયા,રોહિતની જ્ઞાતિથી ઓળખાય છે.આ જ્ઞાતિ તમામ વર્ગો સાથે હળીમળીને સંપીને રહે છે.ખુમારી ગૌરવ, આત્મસન્માન,પ્રતિબદ્ધતા જેવા ગુણો લોહીમાં વસે છે.રોહિદાસ સમાજનું સૌ પ્રથમ બંધારણ ૧૯૨૬ માં બન્યું હતું.સામાજીક બંધારણ થકી રિવાજોનું નિયંત્રણ અને અમલવારી કરવામાં સમાજ હંમેશા તત્પર રહે છે.૨૦૦૦ ની સાલ માં છેલ્લા સામાજીક બંધારણ પછીથી ચાલુ વરસે ૬૩૬ રોહિત સમાજ અધિવેશન બોલાવી તેનું નવું બંધારણ બનાવવા તૈયાર થયા છે.રોહિત સમાજના પ્રબુદ્ય આગેવાનો, પ્રોફેસેરો,શિક્ષકોની બંધારણ ટીમ બનાવીને બંધારણ પક્રિયા હાથ ધરેલ છે .જેમાં લગ્ન પ્રસંગ , શ્રીમંતવિધિ , સગાઇવિધિ , મરણોત્તરવિધિ ,તેમજ છુટા-છેડા જેવા મુદ્દાઓ પર સમાજમાંથી સૂચનો મંગાવી નવીન બંધારણ તારીખ ૨૭-૦૧-૨૦૨૪ ના રોજ મળનાર મહાઅધિવેશનમાં કાલોલ સહિત સમગ્ર ગુજરાત ૬૩૬ રોહિત સમાજ ના સૌ સમાજ બંધુઓ દ્વારા ટીમ્બાગામ ખાતે આખરી ઓપ આપવામાં આવનાર છે.આ અધિવેશનમાં સામાજીક કુરિવાજોને તિલાંજલિ આપી નવા રિવાજોના અમલની ચર્ચાઓ છે.સમાજમાંથી વ્યસન દૂર થાય,ખોટા ખર્ચાઓ પર નિયંત્રણ આવે,આવનારી પેઢીની આવક તેમજ ખર્ચને ધ્યાન માં રાખવા,સ્ત્રીઓને સમાન તક, વિધવા બહેનોને પણ સામાજિક રીતરિવાજોમાં ભાગીદારી ,શિક્ષણ પાર વિશેષ ભાર મુકવો અને તંદુરસ્ત સમાજના નવનિર્માણ કેન્દ્રસ્થાને છે.૬૩૬ રોહિત સમાજના આગેવાનો ગામેગામ ફંડ ઉઘરાવીને આ મહાસંમેલનને સફળ બનાવવા ઉત્સાહી બન્યા છે.અલગ અલગ સમિતિઓ બનાવી ને સૌને કામગીરી સોંપીને યજ્ઞ કાર્ય બનાવવા સૌ સમાજબંધુઓ તનતોડ મહેનત રાત-દિવસ કરે છે.૬૩૬ રોહિત સમાજ અધિવેશન આયોજન સમિતિના સભ્ય કે.ડી.પરમાર દ્વારા સમગ્ર કામગીરી માટે નક્કર આયોજન હાથ ધરેલ છે .સાત પરગણા સમુહ દ્વારા તન મન અને ધનથી સમાજ સેવા કરવા સૌ ઉત્સાહી બન્યા છે.

[wptube id="1252022"]
Back to top button