GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

KALOL:કાલોલ તાલુકાના ભૂખી ગામની પ્રાથમિક શાળાના શિક્ષક ની વયમર્યાદા નેં લઈ વિદાય સમારંભ યોજાયો.

તારીખ ૨૧/૧૦/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

શનિવારે કાલોલ તાલુકાની ભુખી પ્રાથમિક શાળા ખાતે વયમર્યાદા ને કારણે નિવૃત્ત થઈ રહેલા આ.શિક્ષક દિલીપભાઈ વરીઆ નો વિદાય સમારંભ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિરેદ્રસિંહ પરમાર ના અધ્યક્ષતા માં યોજવામાં આવ્યો હતો.દિલીપભાઈ હરહંમેશ કાલોલ તાલુકા ના શિક્ષકો ના કોઈપણ કામ કરવામાં તથા પ્રશ્નો ઉકેલવામાં એમનો સિંહફાળો રહ્યો હતો.એમનો મિલનસાર સ્વભાવ હરહમેંશા યાદ રહેશે. આ પ્રસંગે ભૂતપૂર્વ તાલુકા પ્રા.શિક્ષણાધિકારી કે.જે.સોલંકી ,બીટ કેળવણી નિરીક્ષક ગોરાગભાઈ, સુભાષભાઈ,તાલુકા ઘટક સંઘ ના પ્રમુખ કિરીટભાઈ પટેલ,રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ના અધ્યક્ષ વિનોદભાઈ અમીન, મંત્રી રૂપમભાઈ પટેલ, ઘટક સંઘ ના માજી પ્રમુખશ્રી અને હાલ ના જિલ્લા પ્રતિનિધિ ભાવિકભાઈ પટેલ,મહામંત્રી રમેશકુમાર પટેલ ટીચર્સ સોસાયટી ના ચેરમેન યુવરાજસિંહ,સેક્રેટરી ઘનશ્યામભાઈ પટેલ,વાઇસ ચેરમેન જયદીપભાઈ,પગારકેન્દ્ર ના આચાર્ય પરિતાબેન ઉપાધ્યાય,પગરકેન્દ્ર ના તમામ આચાર્ય,બીઆરસી દિનેશભાઈ, તમામ સીઆરસી મિત્રો, પગારકેન્દ્ર ના તમામ શિક્ષકો, કાલોલ તાલુકાના શિક્ષકો,ગામના સરપંચ સોમસિંહ,એસ.એમ.સી ના સભ્યો,શાળા પરિવાર તથા દિલીપભાઈ નો સમગ્ર પરિવાર હાજર રહ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી.તમામ મહેમાનો નું સ્વાગત શાળા ના આચાર્ય ધર્મેશભાઈ એ કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ખેડા શાળા ના આચાર્ય ગણપતસિંહ અને જયદીપભાઈ એ કર્યું હતું.નિવૃત્તિ લઈ રહેલા દિલીપભાઈ એ પોતાના નોકરી દરમિયાન ના અનુભવો અને પ્રતિભાવ રજૂ કર્યા હતા

[wptube id="1252022"]
Back to top button