GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમા ના બોરૂ રોડ પર રાત્રે રેતી ખનન કરી ઢગલા બનાવી સવારે હેરફેર કરતા માફીયાઓ થી તંત્ર અજાણ!

તારીખ ૨૧/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

રેતી ખનન કરતા માફીયાઓ નીત નવા કરતબ અજમાવી રેતી ચોરી કરી રહ્યા છે દીવસે તંત્ર ની ઘોસ વધતા ખનન માફીયાઓ રાત્રી દરમિયાન સંખ્યાબંધ ટ્રેકટરો મારફતે રેતી ખનન કરી સલામત જગ્યાએ ઢગલા બનાવી સવારે હેરફેર કરે છે આ હેરફેર મા રેતી ભરી આપવા માટે સ્થાનીક લોકો પણ થોડા રૂપિયા ની લેતીદેતી માં ખનન માફીયાઓ ની મદદ કરી રહ્યા છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે ખનન માફીયા કાલોલ બોરૂ અને તેની આસપાસ ના હોવાનુ જાણવા મળેલ છે આવા જ રેતી ખનન ના ઢગલા કાલોલ ની ઈનોક્ષ કંપની પાછળ આવેલ ખેતર મા કર્યા હતા જે ઢગલા સોમવારે દીવસ દરમ્યાન ટ્રેકટરો મારફતે ભરી રેતી ની ઊપર ઈંટો ના ટુકડા નાખવામાં આવે છે જેથી કરીને તંત્ર ની આંખોમાં ધુળ નાખી શકાય.સમગ્ર દીવસ દરમ્યાન બોરૂ રોડ ઉપર થી રેતી ભરેલ ટ્રેક્ટરો બિન્ધાસ્ત પસાર થઈ રહ્યા છે કાલોલ મેઈન બજારમાં થી પણ રેતી ભરેલા ટ્રેક્ટરો પસાર થઈ રહ્યા છે ત્યારે કાલોલ ના મામલતદાર કચેરી અને પોલીસ ને આ બાબતે જાણકારી છે ખરી??

[wptube id="1252022"]
Back to top button