
૮ ઓગસ્ટ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ઉપલેટામાં વસતા કડવા પાટીદાર પરિવારજનોનું એક ભવ્ય સમૂહ ભોજન હાલ ચાલતા પાવન પરસોતમ માસ નિમિત્તે કંટેસરિયા કડવા પટેલ સમાજ તેમજ ઝાલાવાડીયા કડવા પટેલ સમાજ એમ નાના અને મોટા બને સમાજમાં સમૂહ ભોજન યોજાયું હતું. અને આ સમૂહ ભોજન સમારંભમાં ઉપલેટામાં વસતા દરેક કડવા પાટીદાર પરિવારજનોના ભાઈઓ, બહેનો, વડીલો,યુવાનો, તેમજ બાળકોએ ખૂબ ઉત્સાહભેર આ ભોજન સમારંભમાં સામેલ થઈ ઉત્સાહ અને એકતા દર્શાવેલ. આ સમૂહ ભોજનને સફળ બનાવવા માટે કડવા પટેલ સમાજ ઉપલેટાના પ્રમુખ શ્રી ગોપાલભાઈ ઝાલાવાડીયા, મંત્રી શ્રી કનુભાઈ કાલાવડીયા તેમજ કારોબારી સભ્યો તેમજ કડવા પટેલ સોશ્યલ ગ્રુપના તમામ સભ્યો, ઉમિયા પરિવાર શહેર સમિતિ અને ઉમા મહિલા મંડળના દરેક સભ્યો તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવેલ.. ને આ ભોજન સમારંભને સફળ બનાવેલ અંદાજિત ૪૦૦૦ થી પણ વધારે સભ્યો અને ૧૬૦૦ થી વધુ કુટુંબ પરિવાર આ સમૂહ ભોજનમાં સામેલ થઈ પારિવારિક એકતા બતાવેલ.




