એસ.ઓ.જી.પોલીસે કાલોલના મધવાસ ગામે ગેર-કાયદેસર રીતે ગેસ રીફીલીંગ કરતા એક આરોપીને ઝડપી પાડયો

તારીખ ૨૮/૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જીલ્લામાં ગેર-કાયદેસર રીતે ગેસ-રીફીલીંગ કરતા ઇસમો શોધી કાઢી તેઓની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે આધારે આર.એ પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.ગોધરા નાઓએ એસ.ઓ.જી.સ્ટાફને આ બાબતે પરીણામલક્ષી કામગીરી કરવા જરૂરી સુચના આપેલ જે ઉપરોકત સુચના અને માર્ગદર્શન આધારે એસ.ઓ.જી સ્ટાફ કાલોલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા અને તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે કાલોલ તાલુકાના મધવાસ ગામે હાઇવે રોડ ઉપર ભૈરવનાથ કરીયાણા એન્ડ ફુટવેરની દુકાનમાં અનધિકૃત રીતે ગેસ-રીફીલીંગ કરતા આરોપીને ગેસના નાના-મોટા બોટલો નંગ-૧૮ તથા વજન કાંટો-૦૧ તથા વાલ્વ સાથેની રીફીલીંગ પાઇપ-૦૧ મળી કુલ કિંમત રૂપિયા ૩૬,૪૫૦/- ના મુદ્દામાલ પકડાયેલ આરોપી નું નામ જોધસિંહ દિલીપસિંહ રાવત રહે.ગામ મધવાસ તા.કાલોલ ને પકડી પાડી તેની વિરૂધ્ધ કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.










