
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામના ” દત્ત આશ્રમ ” સરસીયા ખાતે વિશ્વ સિકલ સેલ ડે ” ઉજવવામાં આવ્યો હતો . જેમાં જિલ્લા કક્ષાએથી ર્ડા.ભાવેશ પટેલ ઈએમઓસિક્સ સેલ નોડલ ઓફિસર નવસારી અને નવસારી જિલ્લાના નાર્કોટીશ અધિકારી પીએસઆઈ ચૌધરી મેડમ ખેરગામ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા.કેતન પટેલ તથા મેડિક્લ ઓફિસરો અને દત્ત આશ્રમ શાળાના શિક્ષક ગણ શાળાના વિધાર્થી વિધાર્થીનીઓ તેમજ આરોગ્યના કર્મચારીઓ હાજર રહ્યા હતાં.આ પ્રસંગે સિકલ સેલ એનિમિયા રોગ વિશે વિસ્તૃત માહિતી આપી આ રોગમાં શરીર ફીકુ પડી જવુ . વારંવાર કમળો થવો, બરોળ મોટી થવી , પેટમાં દુઃખાવોવો થવો , હાથ અને પગના સાંધામાં સોજો આવવો , વારંવાર તાવ આવવો , અને પગમાં ચાંદા થવા જેવા લક્ષણો જોવા મળે છે . તમાકું અને તમાકુની બનાવટના વ્યવસનથી થતાં રોગ વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી . આ કાર્યક્રમમાં શાળાના તમામ બાળકોનું સિક્સ સેલ સ્ક્રિનીંગ કરવામાં આવ્યુ હતું . અંતમાં ડૉ.કેતન પટેલ તાલુકા હેલ્થ ઓફિસરે આભાર વિધિ કરી હતી .