
29 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી માલણ કેળવણી મંડળ સંચાલિત શેઠશ્રી ટી.પી.હાઈસ્કુલ અને ઉ.મા.શાળા, માલણ ખાતે લોકનિકેતન રતનપુર ના સહયોગથી આજરોજ બનાસની વાણી અંતર્ગત સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંગીત કાર્યક્રમમાં ફરાઝખાન કે જેઓ જાણીતા સંગીતકાર, ગીતકાર, ગઝલકાર અને પ્રોડ્યુસર છે. જેમને ગાંધીજીના વિચારો અંતર્ગત ગઝલ અને ભજન ગાઈને સૌને મંત્રમુગ્ધ કરે દીધા હતા. આ સાથે નિશાંતભાઈ પ્રજાપતિ અને ભરતભાઇ બારોટે પણ ખૂબ સુંદર રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ લોકનિકેતન રતનપુર ના સંચાલક આદરણીય શ્રી કિરણભાઈ ચાવડા, ચૌલાબેન ચાવડા, લોકનિકેતન વિરમપુર ના આચાર્યશ્રી દિલીપભાઈ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી ડો. રાજેશ પ્રજાપતિએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જે.ડી.રાવલે કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ શાળા પરિ વારના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.



