
– આમિરે એક્ટિંગ છોડી દીધી અને પઠાણ સુપરહિટ થઈ તેનો ફાયદો : ધૂમ ચારની પણ અટકળો
મુંબઇ : શાહરૂખ ખાન પઠાણ ફિલ્મની સફળતા પછી હરણફાળ દોડી રહ્યો છે. એવી ચર્ચા છે કે, શાહરૂખને આમિર ખાનની એક વિજ્ઞાાપનમાં રિપ્લેસ કરવામાંઆવશે.
એક ફિનટેક કંપનીની જાહેરખબરમાં હાલ આમિર જોવા મળે છે. જોકે, આમિરે એક્ટિંગ છોડી દીધા બાદ અને તેની લાલસિંહ ચઢ્ઢા નિષ્ફળ ગયા બાદ હવે કંપનીને આમિરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં રસ નથી અને આમિર પણ કરાર લંબાવવા ઈચ્છતો નથી. પરિણામે એ બ્રાન્ડની કંપનીએ પોતાના પ્રોડકટની વિજ્ઞાાપન માટે શાહરૂખ ખાનનો સંપર્ક કર્યો છે.
શાહરુખ પાસે હાલ આશરે ૩૦ જેટલી બ્રાન્ડનું એન્ડોર્સમેન્ટ હોવાનું મનાય છે. પઠાણની સફળતા પછી તેનો એન્ડોર્સમેન્ટનો ભાવ પણ વધશે અને એન્ડોર્સમેન્ટની સંખ્યા પણ વધશે એ નિશ્ચિત છે.
પઠાણની સફળતા પછી હિંદી અને સાઉથના માંધાતાઓ પોતાની ફિલ્મ માટે શાહરૂખનો સંપર્ક કરી રહ્યા છે. બીજી તરફ યશરાજ ફિલ્મ્સ દ્વારા ધૂમ ચાર બનાવવામાં આવે અને તેમાં શાહરુખને મુખ્ય ભૂમિકા મળે તેવી અટકળો પણ શરુ થઈ છે.










