KALOL(Panchamahal)PANCHMAHAL

નમો રેસીડન્સીના સ્થાનિક રહીશો દ્વારા ગોધરા નગરપાલિકા પ્રમુખને પડતર પ્રશ્નો મુદ્દે લેખિત રજૂઆત.

૨૯/૧૧/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

આજ રોજ ગોધરા નગરપાલિકાની હદમાં આવતી નમો રેસીડન્સી સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણ ને મળી સોસાયટીના પડતર પ્રશ્નો જેવાં કે, સ્ટ્રીટ લાઈટ, લીલા-સૂકા કચરાનાં નિકાલ માટેની વ્યવસ્થા, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, પાકી આર.સી.સી.સડક તથા ભૂગર્ભ ગટર યોજના જેવી પ્રાથમિક ભૌતિક સુવિધાઓ સત્વરે પૂરી પાડવા અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે પ્રમુખ દ્વારા સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. તથા તાત્કાલિક ધોરણે પડતર પ્રશ્નોના નિકાલ સંબંધિત મૌખિક બાંહેધરી આપવામાં આવી આવી હતી.

[wptube id="1252022"]
Back to top button