ENTERTAINMENT

મોદી પર ગંભીર આરોપ કાર્યસ્થળ પર કથિત જાતીય સતામણીની ફરિયાદ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષથી દર્શકોના દિલો પર રાજ કરે છે. શોના કલાકારોની સોશિયલ મીડિયા પર પણ તગડી ફેન ફોલોઈંગ છે. ચાહકો દરેક પાત્રો વિશે વધારેને વધારે જાણવા માંગે છે. અત્યારે ટપ્પુ અને સોનુની લવસ્ટોરી બતાવવામાં આવી રહી છે, જેમાં ભીડે અને જેઠાલાલ એકબીજા સાથે લડી રહ્યા છે. જો કે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે શોમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનારી રોશન એટલે કે જેનિફર મિસ્ત્રી બંસીવાલે (Jennifer mistry) આ શોને અલવિદા કહી દીધું છે. એટલું જ નહીં તેણે અસિત કુમાર મોદી પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે.

જેનિફર મિસ્ત્રી ( Jennifer mistry)બંસીવાલે નિર્માતા અસિત મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ રમાની અને કાર્યકારી નિર્માતા જતિન બજાજની વિરુદ્ધ કાર્યસ્થળ પર કથિત જાતીય સતામણીની ફરિયાદ કરી છે. એક અહેવાલનું માનીએ તો જેનિફરે બે મહિના પહેલા જ શોની શૂટિંગ બંધ કરી દીધી છે. તેને છેલ્લે 7 માર્ચે શો માટે શૂટિંગ કરી હતી અને તેણે એવો દાવો કર્યો છે કે, સોહેલ અને કાર્યકારી નિર્માતા જતિન બજાજે અપમાન કરતા તેણે સેટ છોડવો પડ્યો.

એક ઈન્ટરવ્યુમાં જેનિફરે ( Jennifer mistry) જણાવ્યું કે, હા મે શો છોડ્યો છે. આ સાચું છે કે મેં 6 માર્ચે છેલ્લો એપિસોડ શૂટ કર્યો હતો. મારે સેટ છોડવો પડ્યો કારણકે સોહિલ રમાની અને બીજા કાર્યકારી નિર્માતા જતિન બજાજે મારું અપમાન કર્યું. તારક મહેતા શોના છેલ્લા દિવસ વિશે પૂછવામાં આવતા તેણે કહ્યું કે, 7 માર્ચે જ્યારે આ ઘટના થઈ હતી ત્યારે મારી વેડિંગ એનિવર્સરી અને હોળી હતી. મને સોહિલ રમાની અને બીજા કાર્યકારી નિર્માતા જતિન બજાજે ચાર વાર સેટની બહાર જવા માટે કહેવામાં આવ્યું હતું. પાછળ ઉભા રહીને મારી કારને રોકવાની કોશિશ કરવામાં આવી અને મને સેટની બહાર ના જવા દેવામાં આવી. મેં કહ્યું કે મે આ શોમાં 15 વર્ષ સુધી કામ કર્યું છે અને તે આ રીતે મારા પર બળજબરી કરી શકે નહીં અને જ્યારે હું ત્યાંથી નીકળી રહી હતી ત્યારે સોહિલે મને ધમકી આપી. જે પછી મે આસિત કુમાર મોદી, સોહેલ રમાની અને જતિન બજાજ વિરુદ્ધ જાતિય સતામણીની ફરિયાદ દાખલ કરાવડાવી.

 

[wptube id="1252022"]
Back to top button