

શિનોર તાલુકાના નર્મદા નદી કાંઠા ના ગામોમાં પૂર બાદ જે પરિસ્થિતિ છે,તેના માટે અચાનક સરદાર સરોવર નર્મદા ડેમ માંથી નર્મદા નદીમાં છોડી દેવાયેલા પાણીને લોકો મુખ્ય કારણ માણી રહ્યા છે.ત્યારે આજરોજ શિનોર તાલુકાના નર્મદા નદી કાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવી પહોંચેલા સાંસદ મનસુખભાઈ વસાવાનો સુરાશામળ ગામે સ્થાનિકોએ મહિલાઓ સાથે ઘેરાવો કરવામાં આવ્યો હતો.જ્યા લોકોએ રીતસર નો સાંસદ મનસુખભાઈ વસાવાનો ઉઘડો જ લઈ લીધો પહેલાથી જાણ કેમ ન કરી,કેમ પૂર બાદ તુરંત ન આવ્યાં,કેમ પહેલાથી સૂચના ન અપાઈ તેવા સવાલોનો મારો ચલાવી સ્થાનિકોએ રીતસર ના સાંસદ મનસુખભાઈ વસાવાને ખખડાવી નાખ્યાં હતાં.જે બાદ સાંસદ મનસુખભાઈ વસાવાને ગામમાં પ્રવેશ કર્યા વગર જ વીલા મોઢે પરત ફરવાની ફરજ પડી હતી.
ફૈઝ ખત્રી..- શિનોર
[wptube id="1252022"]









