
મોરબી માનનીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે બે દિવસ યોગ શિબિર યોજાઈ
મોરબી ખાતે બે-દિવસીય યોગ શિબીરમાં કલેકટરશ્રી, ધારાસભ્યોશ્રી, અધિકારીગણ અને વિવિધ સંગઠનોની પ્રેરક ઉપસ્થિતિ:
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે ગુજરાત ભરમાં કુલ 73 સ્થાનો પર આયોજિત યોગ શિબિરો માંથી મોરબી જિલ્લામાં, રામોજી ફાર્મ, મોરબી ખાતે બે દિવસની યોગ શિબીર તા.16 અને 17 સપ્ટેમ્બરના રોજ યોજાય ગઈ.મુખ્ય મહેમાનોમાં કલેકટરશ્રી જી. ટી. પંડ્યા, ધારસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, વનવિભાગ અધિકારીશ્રી ચિરાગભાઈ અમીન, ટંકારા આર્ય ગુરુકુળ આચાર્યશ્રી રામદેવજી, વાંકાનેર નગરપાલિકા ચીફઓફીસરશ્રી ગિરીશભાઈ સરૈયા, આર.એસ.એસ ના ડો. ભાડેસિયા સાહેબ, પતંજલિ માંથી શ્રીભારતીબેન રંગપરિયા અને માતૃ વંદના ટ્રસ્ટના શ્રી મહેશભાઈ ભોરણીયાની પ્રેરક ઉપસ્થિતિ રહી.

સમર્પણ ધ્યાન કેન્દ્ર, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ, વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી, આર એસ એસ, વિવિધ મહિલા સમિતિઓ, યોગ વિષયમાં કાર્યરત વિવિધ સંસ્થાઓ, વ્યાપારિક અને આધ્યાત્મિક સંગઠનોમાંથી મહાનુભાવો અને સભ્યો હાજર રહેલ.
મોરબી જિલ્લાની યોગ શિબિરમાં મોરબીના સ્થાનિક યોગ સાધકો સાથે સાથે, ટંકારા અને વાંકાનેરથી પણ લોકો જોડાયેલ અને સામૂહિક રીતે યોગ અને સૂર્યનમસ્કાર કરી માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની યોગમય રીતે ઉજવણી કરેલ.
યોગ શિબિર અને અન્ય કાર્યક્રમોના મધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વધુ સંખ્યામાં નવા યોગ ટ્રેનર બનાવવા, 100 કલાકની ટ્રેનિંગનું ની:શુલ્ક ધોરણે સતત આયોજન કરી, વિવિધ સ્થાનો પર (ની:શુલ્ક) યોગક્લાસ સરું કરી, વધુ માં વધુ લોકોને યોગ સાથે જોડવા ચેરમેનશ્રી યોગ સેવક શીશપાલજીના માર્ગદર્શન માં અવીરત પણે કાર્યરત છે.

યોગ શિબિરને સફળ બનાવવા યોગ કોચશ્રી, યોગ ટ્રેનેરો અને જિલ્લા કોર્ડીનેટરશ્રી, વિવિધ સંગઠનો દ્વારા ખુબ જહેમત ઉઠાવેલ અને ઘર ઘર સુધી યોગ શિબિરની માહિતી પહોચાડવામાં યોગ સાધકોનો અનેરો ઉત્સાહ જોવા મળેલ.વધુમાં યોગ ટ્રેનર બનવા ઇચ્છતા વ્યક્તિઓ દ્વારા વાલજીભાઈ પી. ડાભી, મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GSYB) નો સંપર્ક (9586282527) કરવા યાદી માં જણાવેલ છે.








