GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો

મોરબી: મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો

મોરબી એસ.ઓ.જી.સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળેલ કે, હકીમ રોડાજી આકી રહે. હાલ લાલપર ગામ નવદિપ સ્કુલની બાજુમાં ક્રિષ્નાવાડી વાળો રોડ કિશનભાઇ રબારીની બિલ્ડીંગ બીજો માળ લાલપર તા.જી. મોરબી મુળ રહે, ગાદોલ ગામ વોર્ડ નં-ર મસ્જીદની પાસે તા.જી.પ્રતાપગઢ રાજસ્થાન પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમા ગેરકાયદેસર રીતે માદક પદાર્થ પાવડર કબજામા રાખી તેના ગ્રાહકોને ખાનગીમા વેચાણ કરે છે.

જે મળેલ બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા આરોપી હકીમ રોડાજી આકી ઉ.વ.૫૨ રહે.હાલ લાલપર ગામ નવદિપ સ્કુલની બાજુમાં ક્રિષ્નાવાડી વાળો રોડ કિશનભાઇ રબારીની બિલ્ડીંગ બીજો માળ લાલપર તા.જી. મોરબી મુળ રહે. રાજસ્થાનવાળાને નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો ૧૯.૪૦ ગ્રામ કિ.રૂ. ૧,૯૪,૦૦૦/-, રોકડા રૂપીયા ૮૫,૦૦૦/-, મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦/-, વજન કાંટો નંગ-૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ રૂપીયા ૨,૮૦,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૧(બી), ૨૯ મુજબની કાર્યવાહી કરી ઇસમની ધોરણસર અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. જ્યારે અન્ય બે શખ્સો દાઉદ ઇબ્રાહીમ બેલીમ રહે. ગાદોલા તા.જી.પ્રતાપગઢ રાજસ્થાન તથા જીતેન્દ્ર રામજી પ્રજાપતિ જાતે કુંભાર રહે. મોરબી ત્રાજપર ચાર રસ્તા એસ.આર.પંપ પાસે શ્રીરામ એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૩૦૪ મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button