GUJARATNAVSARI

નવસારી જુનાથાણા ખાતે કૃષિ વેચાણ બજારનો આજે ગુરુવારે સવારે 9 કલાકથી શુભારંભ….

મદન વૈષ્ણવ-ડાંગ

નવસારી જુનાથાણા ખાતે હવે દર સોમવારે અને ગુરુવારે કૃષિ વેચાણ બજારનું આયોજન..

ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી વધે, ખેતી ખર્ચમાં ઘટાડો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકારશ્રીના સૂચન મુજબ પ્રાકૃતિક કૃષિ અભયાન હાથ ધરવામાં આવ્યું છે. ખાદ્ય સંબંધિત વિવિધ સમસ્યાઓના મુખ્ય કારણ પૈકીનો એક રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ છે જે માનવ શરીરે માટે ખૂબ જ નુકશાનકારક છે ત્યારે પ્રાકૃતિક ખેતી એ રાસાયણિક ખાતાર આધારિત ખેતીનો સુયોગ્ય વિકલ્પ બનીને ઉભરી આવી છે.

પ્રાકૃતિક ખેતીનો વિચાર મહત્તમ લોકો સુધી પહોંચે, ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તથા વેચાણ વ્યવસ્થા ઉભી થાય અને ગ્રાહકોને ઝેરમુકત શાકભાજી, ફળો, પ્રાકૃતિક ગોળ, મધ તેમજ કૃષિ વેચાણ બજારનો શુભારંભ તા.૧૪/૧૨/૨૦૨૩ ના રોજ  સવારે ૯-૦૦ કલાકથી જૂની કલેકટર કચેરીના મુખ્ય ગેટ પાસે જુનાથાણા, નવસારી ખાતે થનાર છે. તેમજ દર સોમવાર અને ગુરુવારે નવસારી ખાતે કૃષિ વેચાણ બજારનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખાઓ અને નિરોગી રહો સુત્રને સાર્થક કરવા તમામ નાગરિકોને વધુમાં વધુ લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત નવસારી દ્વારા જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button