
તા.૧૫/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટના લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતેની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા તા.૧૬ માર્ચ ૨૦૨૪ શનિવારના રોજ સાંજે ૭.૩૦ થી ૯ વાગ્યા સુધી ટેલિસ્કોપ મારફતે જાહેર જનતાને ચંદ્ર-દર્શન કરાવવામાં આવશે. આ લોકવિજ્ઞાન કેન્દ્રના બે વિશાળ ટેલિસ્કોપ દ્વારા ચંદ્ર પરના ઉલ્કા-ગર્તો અને પર્વતો સ્પષ્ટ જોઈ શકાશે. તેમજ ખગોળ રસિકો સિનિયર સભ્યો સાથે વાર્તાલાપ કરી શકશે. કેન્દ્રનું ૧૨ ઇંચ વ્યાસ ધરાવતું Skywatcher Dobsonian તેમજ ૧૧ ઇંચનો વ્યાસ ધરાવતું Celestron C11 XLT Computerized GoTo ટેલિસ્કોપ ચંદ્ર તરફ સેટ કરવામાં આવશે. આથી, આ ચંદ્ર દર્શનના કાર્યક્રમનો લાભ લેવા વિજ્ઞાન અને ખગોળ રસિકોને ડાયરેક્ટરશ્રી ડો. આર. જે. ભાયાણીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]








