
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૬.૮.૨૦૨૩
હાલોલનાં વડોદરા રોડ પર આવેલ મનુસ્મૃતિ સોસાયટીમાં રહેતી 20 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. યુવતી પાછલા બે વર્ષથી એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહી હતી. યુવતી મૂળ મહારાષ્ટ્ર નાં નાગપુર ની રહેવાસી હતી અને તેના માતાપિતા સાથે સુરત રહેતી હતી. બે વર્ષ થી તે અંહી ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી અને સુરત ની જ અન્ય એક યુવતી સાથે મકાન ભાડે રાખી રહેતી હતી. બે દિવસની રજા હોવાથી યુવતી તેના માતા પિતાના ઘરે સુરત ગઈ હતી આજે સવારે જ તેનો ફિયાંશ, મંગેતર તેને મૂકવા માટે હાલોલ આવ્યો હતો જે પરત સુરત જવા નીકળ્યો અને બપોરે યુવતીએ પંખા ઉપર ઓઢણી બાંધીને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ હાલોલ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને નીચે ઉતાર્યો હતો.અને 108 મારફત હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે યુવતી ને મૃત જાહેર કરી હતી.બે દિવસ રજા હોવાથી યુવતી તેના માતા પિતાના ઘરે સુરત ગઈ હતી આજે સવારે ફિયાંશ મહેશ સૂર્યવંશી તેને મુકવા માટે સુરત થી હાલોલ આવ્યો હતો. હાલોલ આવ્યા પછી સોનાલી ની તેના ભાઈ સાથે વાત થઈ હતી અને હાલોલ પહોંચી ગઈ હોવાનું પણ જણાવ્યું હતું. બપોરે 2 : 00 વાગ્યે સોનાલી ને જોબ ઉપર જવાનું હોવાથી મહેશ સુરત પરત જવા રવાના થયો હતો સોનાલી તેને મુકવા માટે હાલોલ ડેપો ઉપર પણ આવી હતી. સુરત પરત ફરેલો મહેશ વડોદરા પહોંચે તે પહેલા સોનાલી સાથે વીડિયો કોલ ઉપર વાત થઈ જેમાં સોનાલીએ પોતે આપઘાત કરી રહી હોવાનું જણાવી બાય કહી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. ચાર વર્ષથી જેની સાથે રિલેશનમાં હતો તે સોનાલીએ આપઘાત કરવાની વાત કરી ફોન સ્વીચ ઓફ કરી દેતા મહેશ નાં પગ નીચે થી જમીન સરકી ગઈ હતી.તે વડોદરા પહોંચ્યો અને સતત સંપર્ક કરવા છતાં સોનાલી સાથે વાત ન થતાં આ વાતની જાણ તેને સોનાલીના ભાઈને કરી હતી મહેશ અને સોનાલી નો ભાઈ વિકી બંને સોનાલી નો સંપર્ક કરી રહ્યા હતા આખરે મહેશે મકાન માલિકને ફોન કરી સોનાલી સાથે વાત કરાવવાની વાત કરતા મકાન માલિક દ્વારા મકાનમાં તપાસ કરતા સોનાલી નો મૃતદેહ પંખા ઉપર લટકતો હોવાનું મહેશે જાણ્યું એટલે મહેશ તુરંત વડોદરાથી હાલોલ પરત ફર્યો હતો.











