DASADASURENDRANAGARUncategorized

પાટડી નગરપાલિકા દ્વારા 150થી વધુ બાકીદારોને નોટિસ ફટકારી હતી.

તા.07/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પાટડી નગરપાલિકા દ્વારા શહેરમાં બાકીદારો સામે બાંયો ચડાવી છે તાજેતરમાં પાલિકા દ્વારા રૂ.2.87 કરોડના બાકી ટેક્સ વસૂલવા 150થી વધુ બાકીદારને નોટિસ આપી હતી અત્યાર સુધીમાં કુલ રૂ.395 લાખ સામે રૂ.108 લાખની માત્ર 27 % વસૂલાત થઇ છે જેમાં જૂના 1.92 કરોડના બાકી વેરા સામે 27 લાખની વસૂલાત અને 2.03 કરોડના બાકી વેરા સામે 81 લાખની વસૂલાત કરવામાં આવી છે જેથી પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમ પટેલ તથા પ્રમુખ ચેતનાબેન ચંદરાણા, ઉપપ્રમુખ હિતેષભાઇ રાવલ, કારોબારી ચેરમેન ગીતાબેન વરસાણીના માર્ગદર્શન હેઠળ ટેક્ષ ઇન્સ્પેકટર નીરવ સુથાર દ્વારા અલગ અલગ ડોર ટુ ડોર વસૂલાત માટેની 2-2 સભ્યની કુલ 6 ટીમો બનાવી વસુલાતની કાર્યવાહી કરવામા આવી છે ગત વર્ષે પાટડી નગરપાલિકા દ્વારા બાકીદારોના નામ મેઈન બજારમા બોર્ડ પર જાહેર કર્યા હતા આ અંગે પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમભાઇ પટેલે જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા રૂપિયા 10,000થી વધુના બાકીદાર સામે કડક વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે વેરો ન ભરતા ઈસમો સામે નગરપાલિકા અધિનિયમ મુજબ મિલકત જપ્તી અને નળ કનેક્શન કાપવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button