
તા.03.03.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં બાયપાસ થી હનુમાન ટેકરી સ્મશાન સુધીનાં રોડનું ખાતમુહૂર્ત કરાયું
ભાજપના અગ્રણી નેતા અને પૂર્વ બાંધકામ સમિતિ અધ્યક્ષ લલિત ભાઈ ભુરીયા ના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું. અંદાજીત રૂપિયા 7 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નગરજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતના આધારે આજ રોજ નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. લીમડી નગરના સર્વાંગી વિકાસ માટે નગરજનોએ રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાને લઈને આજે રોડનું ખાતમુહૂર્ત કરાયું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયા ના પ્રયત્નો થકી આજે લીમડી નગરના વિકાસ અર્થે લીમડી નગરમાં બાયપાસ થી હનુમાન ટેકરી સ્મશાન સુધીનાં રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
જેમાં મોટી સંખ્યામાં નગરના આગેવાનો હાજર રહ્યા.લીમડી ગ્રામપંચાયત તલાટી કિરણ મછાર સહિત નગરના આગેવાનો હાજર રહ્યા.વિધિવત રીતે પૂજા કરીને રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. લીમડી નગરના વિકાસ માટે આગામી સમયમાં વધુ વિકાસના કામો કરાશે અને બાકી રહેલા વિકાસના કામો પણ ઝડપથી પૂર્ણ કરાશે તેવી બાંહેધરી આપી