BANASKANTHAVAV

બનાસકાંઠા જિલ્લામાં આગાહી મુજબ કમોસમી માવઠું

વાત્સલ્યમ્ સમાચાર

રણછોડસિંહ એસ ચૌહાણ વાવ

સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583

બનાસકાંઠા જિલ્લામાં આગાહી મુજબ કમોસમી માવઠું

વાવ બનાસકાંઠા:

બનાસકાંઠા જિલ્લામાં આગાહી મુજબ અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી માવઠું થયું હતું જેમાં કેટલાક દિવસોથી ઠંડી બાદ હવામાન વિભાગે  આગાહી કરી હતી ત્યારે આગાહી મુજબ શનિવારે રાત્રે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા. બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં તો કરા પણ પડ્યા હતા. ભર શિયાળે માવઠા થી ખેતી પાકોને નુકસાન થવાની ભીતી ને લઈ ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા હતા. બનાસકાંઠાના બોર્ડર એરીયા ના વાવ થરાદ પંથકમાં ભર શિયાળે ગાજવીજ સાથે કમોસમી વરસાદ (માવઠું) થતાં શિયાળુ સીઝનને મોટા પ્રમાણમાં નુકસાન ની શંકા. વાવ થરાદના ખેડૂતો મોટાપાાયે રવિ પાકમાં શિયાળું પાક જેવાં કે એરંડા, રાયડો, જીરૂં ઇસબગુલ, ની ખેતી કરે છે. આ વરસાદને કારણે જીરામાં ભારે નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે ત્યારે જીરાના પાકમાં મેલો મચ્છી જેવા બગાડવાની સંભાવના છે ત્યારે ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં શિયાળાની ઋતુમાં શરૂ થયો વરસાદ અત્યારે ચોમાસા જેવો માહોલ ખેડૂતોને ભારે નુકસાન.થવાની ભીતી સેવાઇ રહી છે

[wptube id="1252022"]
Back to top button