HALOLPANCHMAHAL

યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બોલેરો પિકઅપ ગાડી પલ્ટી ખાતા સર્જાયો અકસ્માત

તા.૧.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજી ના દર્શને આવેલા માઇ ભક્તોને અકસ્માત નડયો હતો.જોકે સદનશીબે સર્જાયેલ અકસ્માતમાં બોલેરો પીકઅપ ગાડીમાં સવાર 11 સવારોને નાની ઈજાઓ પામી હતી ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ માં હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી.બનાવ ની પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે નારૂકોટ ખાતેથી માઇ ભક્તો બોલેરો પીકપ ગાડી માં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા નીકળ્યા હતા.બોલેરો પીકપ ગાડી ચાલાક પાવાગઢ તળેટી થી માંચી ડુંગર ઉપર જઈ રહ્યો હતો. દરમ્યાન વળાંક માં ગાડી ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ગાડી ડિવાઈડર સાથે ભટકતા ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી.સર્જાયેલ અકસ્માત ને પગલે ગાડી માં સવાર માઇ ભક્તોની ચિચિયારીઓ ઉઠવા પામી હતી. જેને લઇ રાહદારીઓ તેમજ પાવાગઢ ખાતે ના જીપ ચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ગાડીમાં સવાર અરુણાબેન રતિલાલ રાઠવા,રાહુલભાઈ સુરેશભાઈ રાઠવા, ઓમકાર ખુમાણ રાઠવા, આયુષ રતિલાલ રાઠવા,શકુંતલા રતિલાલ રાઠવા,સાગર રુમભાઇ રાઠવા, મહેશ જેન્તીભાઇ રાઠવા, રવિન્દ્ર વિક્રમભાઈ રાઠવા,પિયુષ વિક્રમભાઈ રાઠવા, અજીતભાઈ કમસિંગ રાઠવા, મિતેશભાઈ પ્રતપભાઈ રાઠવા આ તમામ ઈજગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ માં સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ પાવાગઢ પોલીસ ને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ઈજાગ્રસ્તો ને હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે સારવાર આપી રજા આપવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button