
તા.૨૧ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
‘વિશ્વ યોગ દિવસ’ના રોજ સમગ્ર રાજકોટ યોગમય બન્યું હતું. ત્યારે રાજકોટ જિલ્લાની મહિલાઓને સામાજિક અને આર્થિક રીતે સુદ્રઢ બનાવવા પ્રયત્નશીલ રહેતી ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન અને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ‘વિશ્વ યોગ દિવસ’ની વડીલો સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટ શહેરના રેસકોર્સ મહિલા પોલીસ સ્ટેશનની અભયમ્ ટીમ અને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા રાજકોટ જિલ્લાના વાગુદડ ગામ ખાતે આવેલા સદભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને યોગનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ તેમની સાથે જીવનના પ્રસંગો અંગે વાતચીત કરી હતી. આ તકે અભયમ્ ટીમના કાઉન્સીલરશ્રીઓ રાધિકાબેન અસારી, વૈશાલીબેન ચૌહાણ, જીનલબેન વણકર અને પાઇલોટશ્રી ભાવિનભાઈ તથા સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલકશ્રી યાસ્મીનબેન એ ઉપસ્થિત રહી વડીલોને ધ્યાન અને પ્રાણાયામ કરવા પ્રોત્સાહિત કરી ‘વિશ્વ યોગ દિવસ’ ઉજવ્યો હતો.









