દાહોદ નામદાર મજુર અદાલત દ્વારા ફોરેસ્ટ કર્મચારી ની વારસ માતાને ૩,૭૦,૦૫૨ અને ખર્ચ ચુકવવા નો આદેશ

તારીખ ૩ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
દાહોદ જિલ્લાના ફોરેસ્ટ વિભાગની નાયબ વન રક્ષક સામાજિક વર્ગીકરણ વિભાગ દાહોદ ના તાબા હેઠળની કચેરી પરિક્ષેત્ર વન અધિકારી વિસ્તરણ સંતરામપુર મુકામે તારીખ ૧૬/૧૨/૯૪ થી વોચમેન તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ પરમાર ને સંસ્થાએ તેમની નોકરી માંથી તારીખ ૨૮/૨/૯૮ ના રોજ થી ગેરકાયદેસર રીતે છુટા કરી દીધેલ એ બાબતે અરજદારે કાલોલ સ્થીત ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન ના પ્રમુખ એ એસ ભોઈ દ્વારા દાહોદ લેબરકોટ કોર્ટમાં પડેલા દિવસોના પુરા પગાર સહિત મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવા કેસ દાખલ કરેલ. જે કેસ ચાલી જતા બંને પક્ષકારોની દલીલ સાંભળી અદાલતે અરજદારને તેમની નોકરીમાંથી છૂટા કરવાનું પગલું આઈડી કલમ ૨૫ એચ અને ૨૫ એફ નો ભંગ કર્યાનું જાહેર કરી અરજદારને નોકરી માંથી ગેરકાયદેસર છુટા કરેલ હોય તેઓને સળંગ નોકરી ઞણી પડેલા દિવસોના ૪૦% પગાર સાથે નોકરીમાં પુનઃસ્થાપિત કરવાનો આદેશ કરેલ. જે આદેશ હોવા છતા વન વિભાગે આદેશ મુજબ ફરજ ઉપર ખૂબ જ મોડા હાજર કરેલ જેને લઇ અરજદારે પડેલા દિવસનો પગાર અને મોડા હાજર કર્યા તે બાબતનો બાકી નીકળતો પગાર રકમ મેળવવા માટે દાહોદ લેબર કોટ સમક્ષ અરજદારે દાહોદ વસુલા અરજી ૫/૧૮ દાખલ કરેલ. જે ચાલી જતા માગ્યા મુજબની રકમ ચૂકવવાના નામદાર અદાલતે આદેશ કરેલ પરંતુ વન વિભાગ તરફ થી અરજદારને પૂરેપૂરી રકમ ચૂકવવાની જગ્યાએ અધૂરા અને અપૂરતા નાણા ચૂકવેલ ત્યારબાદ અરજદારનું અચાનક તારીખ ૨૨/૮/૨૨ ના રોજ અવસાન થયેલ જેને લઇ બાકી નીકળતી રકમ મેળવવા તેમની સીધી લીટી ના વારસ તરીકે ગુજરનારની માતૃશ્રી સવિતાબેન વી પરમાર દાહોદ લેબર કોર્ટ સમક્ષ વસુલાત અરજી નંબર ૨૯ /૨૨ દાખલ દાખલ કરેલ. જે અરજી ચાલી જતા અરજદાર સવિતાબેન પરમાર તરફે કોર્ટ સમક્ષ એ.એસ ભોઈ એ દલીલો કરેલ. બંને પક્ષકારોની દલીલો ધ્યાને લઈ નામદાર મંજૂર અદાલત દાહોદના માનનીય ન્યાયાધીશ ડીજે ચૌહાણ સાહેબે તારીખ ૧૦/૩/૨૩ ના રોજ આખરી હુકમ કરતા ગુજરનારના વારસ માતૃશ્રીને સામાવાળાએ ૩,૭૦,૦૫૨/ રૂપિયા અને તે રકમ ઉપર છ ટકા બેન્કેબલ વ્યાજની રકમ તદુપરાં ખર્ચ પેટે રૂપિયા ૧૦૦૧ ગુજરનારના વારસ ને ચૂકવી આપવાનો આખરી આદેશ કરેલ છે હુકમ મુજબની રકમ અત્રેની કોર્ટમાં જમા કરાવવા નો આદેશ કરેલ છે જે આદેશનો અમલ દિન ૩૦ માં કરવામાં નહીં આવે તો હુકમ મુજબની રકમ રેવન્યુ રાહે વસૂલ કરવા રિકવરી સર્ટી કાઢી તેની બજવણી કરવા ઓથોરિટી ને મોકલી આપવા નો પણ આદેશ કરેલ છે જે આદેશથી ગરીબ અને નિરાધાર પરિવારે રાહતની લાગણી અનુભવી છે.










