શંખેશ્વર જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસમાં 14 બહેનોને શીવણની તાલીમ આપી મશીન ભેટ આપવામાં આવેલ

13 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શંખેશ્વર તીર્થ જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસના નેજા હેઠળ 14 બહેનોને ત્રણ મહિનાની સીવણ ની તાલીમ આપીને બહેનોને આત્મનિર્ભર બનાવ્યા અને સાથે સાથ ત્રણ મહિનાનો કોર્ષ પૂર્ણ કર્યા બાદ બહેનોને સીવણ મશીન જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસના નેજા હેઠળ અને શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 14 બહેનોને સીવણ મશીન ભેટ આપવામાં આવેલ.આ પ્રસંગે જયેશભાઈ શાહ દ્વારા બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે અને બહેનોને પોતાના પગભર બનાવવા માટે સેવાભાવી જીજ્ઞાબેન શેઠ તથા જયેશભાઇ શાહ તથા સમસ્ત ટ્રસ્ટી ગણ દ્વારા અવારનવાર અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે.આ પ્રસંગે સેવાભાવી,કર્મ વિરંગના શ્રીમતિ જીજ્ઞાબેન શેઠ એ જણાવેલ કે કોઈના ઝાંખા થઈ ગયેલા જીવન દીપને લાગણી, સ્હેહ રૂપી દિવેલ પુરી ફરીથી જળહળાવીએ.આત્મનિર્ભર કરી કોઈના જીવનમાં અજવાશ પાથરીએ.આ પ્રસંગે સાથે સાથે 60 જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ નું વિતરણ કરવામાં આવેલ.અને સાથે પ્રિયદશની પરીવાર તથા મલાબેન વિજયભાઈ દોશી પરીવાર સાથે મળીને આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ ની પ્રેરણાથી તથા જીજ્ઞા કોમ્પ્યુટર સેન્ટર ના નેજા હેઠળ આ કાર્યક્રમ કરવામાં આવેલ.



