HALOLPANCHMAHAL

હાલોલ રૂરલ પોલીસે ઘનસર વાવ ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો,એક ખેપિયાની ધરપકડ

તા.૮.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ રૂરલ પોલીસે બાતમીના આધારે હાલોલ તાલુકાના ઘનસરવાવ ગામેથી ૭૧,૨૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમ ને ઝડપી પાડી બે આરોપીઓ સામે પ્રોહીબિશન નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઈ આર.એ.જાડેજા ને ખાનગી બાતમીદારો દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના ઘનસર વાવ ગામે રહેતો પીનલ ઉર્ફે પપ્પુ અર્જુનસિંહ સોલંકી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બહાર થી લાવી વેચાણ કરવા સારુ પોતાના ખેતરમાં સંતાડી રાખેલ છે.જે બાતમીના આધારે પોલીસે તે જગ્યાએ છાપો મારી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ૭૧,૨૦૦/- નો મુદ્દામાલ સાથે અર્જુનસિંહ ઉદેસિંહ સોલંકી રહે. ધનસર વાવ.તા.હાલોલ નાઓ ને ઝડપી પાડયો હતો.જ્યારે પીનલ ઉર્ફે અર્જુનસિંહ ઉદેસિંહ સોલંકી રહે. ધનસર વાવ.તા.હાલોલ નાઓ ને વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે બંનેવ આરોપીઓ સામે પ્રોહીબિશન નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

[wptube id="1252022"]
Back to top button