HALOLPANCHMAHAL

હાલોલ- ભારતના ધનિક ઉદ્યોગ પતિઓને મળવા મેરઠથી મૂંબઈ જવા નીકળેલા સાયકલયાત્રીનૂ હાલોલમા આગમન

તા.૭.એપ્રિલ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

ઉત્તરપ્રદેશના મેરઠ થી દસ દિવસ પહેલા સાયકલ લઈ મુંબઇ જવા નીકળેલો યુવક હાલોલ ખાતે આવી પહોંચ્યો હતો.મુંબઇ રહેતા ચાર ઉદ્યોગપતિઓ પૈકી ગમે તે એક ને મળવા નીકળેલા યુવકે જણાવ્યું હતું કે તે છેલ્લા થોડાક વર્ષો થી બે પ્રોજેકટ સેફ્ટી ડીવાઇઝ અને ઇલેક્ટ્રિક પાવર જનરેટ કરવાના ડીવાઇઝ ઉપર કામ કરી રહ્યો છે.અને તે પ્રોજેકટ ને પ્રેઝન્ટ કરવા અને આગળ ધપાવવા માટે તે મુંબઇ રહેતા કેટલાક ઉદ્યોગપતિ ને મળવાની ઈચ્છા સાથે નીકળ્યો હોવાનું જણાવ્યું હતું.ઉત્તરપ્રદેશના મેરઠમાં રહેતો મોનિશ ઠાકુર નામનો યુવક યુપી માં 2017 બનેલી નાબાલિક યુવતી સાથે ની એક બળાત્કાર ની ઘટના પછી એક એવા સેફટી ડીવાઇઝ બનાવવાની કામગીરી માં જોતારાયો હતો. કે જે કોઈ અન્ય ડીવાઇઝ સાથે કનેકટ થયા વગર સેટેલાઇટ માધ્યમથી તમને મદદ પહોંચાડી શકે.ઘડિયાળ જેવા આકાર ના આવે નાના સેફ્ટી ડીવાઇઝ બાબતે તે જણાવી રહ્યો છે કે ડીવાઇઝ સાથે સ્થાનિક કક્ષાએ કંટ્રોલરૂમના માધ્યમ થી સુરક્ષા પ્રદાન કરતા કેટલાક સરકારી નંબર જેવા કે પોલીસ -100, એમ્બ્યુલન્સ ઇમરજન્સી – 108, જેવા સાત નંબર એડ કરવામાં આવે છે.અને આપાતકાલિન સમયે મદદ માટે એક ક્લિક માં જે તે કન્ટ્રોલ રૂમ ના નંબર ઉપર મદદની જરૂરિયાત વાળો એડ કરેલો મેસેજ લાઈવ લોકેશન સાથે જતો રહે.આ ડીવાઇઝ ને અન્ય કોઈ ડીવાઇઝ સાથે કનેકટ કરવામાં ન આવે તો પણ ડાયરેકટ સેટેલાઇટ થી આ ડીવાઇઝ ને ચલાવી શકાય છે.હાલ આ ડીવાઇઝ બનાવવામાં બે થી ત્રણ હજાર નો ખર્ચ લાગે છે.જો કોઈ કંપની કે ઉદ્યોગપતિ આ પ્રોજેકટ ઉપર કામ કરે તો આ ડીવાઇઝ ને હજાર રૂપિયાની અંદર બનાવી શકાય તેમ હોવાનું જણાવ્યું હતું.આ સાથે મોનિશ ઠાકુરે વધુ એક પ્રોજેકટ ઉપર પણ કામ કરતો હોવાનું જણાવ્યું જે મેગ્નેટ અને કોપર ના માધ્યમ પાવર જનરેટ કરે જેને ઘર ના વીજળી મીટર સાથે લગાવવમાં આવે તો ગ્રાહક 100 યુનિટ નો વપરાશ કરે વીજ કંપની ના મીટર માં 75 થી 80 યુનિટ જેટલો જ વપરાશ નું રીડીંગ આવે.એટલે કે 20 જેટલા યુનિટ નો પાવર એ ડીવાઇઝ જનરેટ કરી ને ગ્રાહક ને વાપરવા આપે.હાલ આ પ્રોજેકટ ઉપર કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવતા આ બે પ્રોજેકટ ને પ્રેઝન્ટ કરવા માટે કેટલાક ઉદ્યોગપતિઓ ને મળવા માટે તે જઈ રહ્યો છે.સાયકલ ઉપર ચાર ઉદ્યોગપતિઓ આનંદ મહિન્દ્રા,કુમાર મંગલમ બિરલા,નટરાજન ચંદ્રશેખર, અને અજીમ પ્રેમજી આ ચાર કોર્પોરેટર ના ફોટા લગાવી આ પૈકી જે મળે તેઓ સમક્ષ આ પોજેક્ટ પ્રેઝન્ટ કરવાની ઈચ્છા સાથે યુવક સાયકલ લઈ મેરઠ થી મુંબઇ ની સફરે નીકળ્યો છે.

[wptube id="1252022"]
Back to top button