
26 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા બાળકોમાં એકાગ્રતા અને બુધ્ધિમત્તા વધે તેવા હેતુથી સમર “ચેસ મહોત્સવ” નું આયોજન કરવામાં આવેલ જેમાં દિયોદર, મહેસાણા, વિસનગર, પાલનપુર ડીસા ના ધોરણ 1 થી 12 ના 25 જેટલા બાળકોએ ભાગ લીધેલ અને ચેસ રમ્યા હતા. જેમાં રોટરી ક્લબ ડીવાઈન ડીસા દ્વારા વિજેતા બાળકોને સર્ટિફિકેટ્સ અને શીલ્ડ ,મોમેન્ટો આપવામાં આવ્યા હતા અને અન્ય બાળકોને સર્ટિફિકેટ્સ અને મેડલ આીને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ડૉ. રીટાબેન પટેલ ,પ્રમુખ ડૉ.બિનલબેન માળી,મંત્રી હિનલબેન અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન દીપિકાબેન અને વીણાબેન સાથે વર્ષાબેન, કાંતાબેન ,અલ્પાબેન ફાલ્ગુનીબેન તેમજ ચેસ એક્સપર્ટ રાજેશસર, એન્જલ્સ સ્કૂલના ટ્રસ્ટી સતિષસર ,ગિરીશસર,આશસર,વાલીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા . વિનોદભાઈ બાડીવાલા ના જણાવ્યા અનુસાર આ સમગ્ર કાર્યક્રમ ચેસ એક્સપર્ટ રાજેશસર ના માર્ગદર્શન હેઠળ એન્જલ્સ સ્કૂલમાં યોજાયો હતો.



