INTERNATIONAL

દીકરીએ 3 મહિના સુધી દુષ્કર્મ ગુજારનાર પિતાની ગોળી મારી કરી હત્યા

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 14 વર્ષની પાકિસ્તાની છોકરીએ શનિવારે તેના પિતાની ગોળી મારીને હત્યા કરી દીધી, દીકરીનો આરોપ હતો કે તેના પિતાએ તેની જિંદગી નરક બનાવી દીધી હતી. તેનો પિતા જ તેના ઉપર છેલ્લા ત્રણ મહિનાથી દુષ્કર્મ ગુજારી રહ્યો હતો.

આ ઘટના લાહોર શહેરના ગુર્જરપુરા વિસ્તારમાં બની હતી જ્યારે યુવતીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેના પિતા છેલ્લા ત્રણ મહિનાથી તેની સાથે દુષ્કર્મ કરી રહ્યા હતા. કેસની તપાસ કરી રહેલા અધિકારીના જણાવ્યા અનુસાર દીકરી નરકમાંથી પસાર થઈ રહી હતી. અને તેણે તેના બળાત્કારી પિતાને મારવાનું નક્કી કર્યું અને તેથી તેને તેની બંદૂકથી ગોળી મારી દીધી.”

શુક્રવારે પાકિસ્તાનની અદાલતે પોતાની જ સગીર પુત્રી પર દુષ્કર્મ કરવા બદલ એક વ્યક્તિને મૃત્યુદંડની સજા ફટકારી હતી. અને સજા ફટકાર્યાના એક દિવસ બાદ આ મામલો સામે આવ્યો છે. લાહોરની એડિશનલ સેશન્સ જજ મિયાં શાહિદ જાવેદે આરોપી એમ. રફીકને તેની સગીર પુત્રી પર બળાત્કાર કરવા બદલ મૃત્યુદંડની સજા સંભળાવી હતી.

[wptube id="1252022"]
Back to top button