તા.૬/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્યના નાગરિકોના પ્રશ્નોનો તાલુકા કક્ષાએ નિકાલ થાય તે માટે યોજાતા “સ્વાગત” ફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે રાજકોટ તાલુકા કક્ષાના પ્રશ્નો માટેનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬ જૂનના રોજ મામલતદાર કચેરી, રાજકોટ ખાતે યોજાશે. આ કાર્યક્રમ અંગેના પ્રશ્નો પુરાવા સાથે બે નકલમાં અરજદારોએ સંબંધકર્તા મામલતદારશ્રીને તા.૧૦-૦૬-૨૦૨૪ સુધીમાં મોકલી આપવાના રહેશે.
આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજૂ થયેલ પ્રશ્નો ફરીથી રજૂ કરવાના રહેશે નહીં. તેમ જનસંપર્ક અધિકારીશ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








