JETPURRAJKOT

પ્રજાસત્તાક દિને રોડ સેફટી ઓથોરિટીના નિષ્ણાત શ્રી જે.વી. શાહનું સન્માન કરાયું

તા.૨૮ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

‘ગુડ સમરીટન’ – રોડ સેફટી એજ્યુકેશન સહિતની પ્રવૃત્તિ બદલ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા અનેક એવોર્ડથી સન્માનિત શ્રી જે.વી. શાહ

પ્રજાસતાક પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ધોરાજી ખાતે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરાયું હતું .

આ તકે આર.ટી.ઓ.ના નિવૃત્ત અધિકારી અને રોડ સેફટી ઓથોરિટીના નિવૃત્ત સી.ઈ.ઓ. શ્રી જે.વી. શાહનું પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરાયું હતું. શ્રી જે.વી. શાહ માર્ગ સલામતી, ટ્રાફિક અવેરનેસ, ઓર્ગન ડોનેશન , ગુડ સમેરીટન જનજાગૃતિ વગેરે જેવા અનેકવિધ પ્રોગ્રામ સાથે જોડાયેલા રહ્યા છે.

આર.ટી.ઓ. માં કામગીરી દરમ્યાન તેઓશ્રીએ અકસ્માતમાં ૩૦ થી વધુ ઘાયલોને સ્થળ પર ઇમર્જન્સી સારવાર તેમજ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદરૂપ બની ગુડ સમરિટનની ભૂમિકા ભજવેલી છે.

માર્ગ અકસ્માતમાં અનેક ઘાયલોની અમૂલ્ય જિંદગી બચાવવામાં સહભાગી થવા બદલ શ્રી જે.વી. શાહનું દિલ્હી ખાતે વાહન વ્યવહાર મંત્રીશ્રી નીતિન ગડકરીના હસ્તે વર્ષ ૨૦૨૧ માં સન્માન કરાયું હતું. વર્ષ ૨૦૨૦-૨૧ માં રોડ સેફટી એજ્યુકેશન પ્રવૃત્તિમાં પ્રથમ ક્રમે આવવા બદલ રોડ સેફટી એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતાં. વર્ષ ૨૦૨૦ માં રોડ સેફટીનીસ્ટોકહોમ ખાતે યોજાયેલી ગ્લોબલ મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સમાં શ્રી જે.વી. શાહે ભારતનું પ્રતિનિધિત્વ કરેલું હતું.

રાજકોટ શહેર તેમજ જિલ્લા રોડ સેફટી કાઉન્સિલમાં સહભાગી બની તેઓ ટ્રાફિક જનજાગૃતિ અને રોડ સેફટીની કામગીરીમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

[wptube id="1252022"]
Back to top button