HALOLPANCHMAHAL

હાલોલ સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે શાકોત્સવની ઉજવણી કરાઇ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૯.૧.૨૦૨૪

હાલોલ ગોધરા બાયપાસ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે સતત ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ની સરવાણી વહેતી રાખનાર સંત શ્રી સાધુ કેશવસ્વરૂપ દાસ અને સંત શ્રી સાધુ સંતપ્રસાદ દાસ મહારાજ અહીં નિષ્ઠા વિદ્યામંદિર સ્કૂલ ચલાવી બાળકો ને શિક્ષણ સાથે સનાતન ધર્મ અને સંસ્કૃતિ ની સાથે સભ્યતા નું જ્ઞાન મળે તે માટે અગાથ પ્રયાસો કરી રહ્યા છે. અહીં આવેલા સ્વામિનારાયણ ના મંદિર માં તા.૨૮ જાન્યુઆરી રવિવારે સાંજે શાકોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ સત્સંગ સભા માં સંતો દ્વારા પીરસવામાં આવેલા સત્સંગ નું રસપાન કર્યું હતું.તો મોડી સાંજે ભગવાન સ્વામિનારાયણ ને ભોગ ધરાવી આરતી કરવામાં આવી હતી.અને સૌ હરિભક્તોએ સાથે શાકોત્સવ ની પ્રસાદી લીધી હતી. આ પ્રસંગે કેશવસ્વરૂપ સ્વામીએ શાકોત્સવ નું આયોજન કરવાનું ધાર્મિક કારણ જણાવતા કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે બસો વર્ષ પહેલાં સૌરાષ્ટ્ ના લોયાધામ માં શાકોત્સવની શરૂઆત કરી હતી જેમાં 60 મણ રીંગણાં ને 12 મણ ઘી ના વઘાર સાથેનું શાક પીરસતો ઉત્સવ બે મહિના સુધી ચલાવ્યો હતો. ત્યાર થી આ સંપ્રદાય ની પરંપરા બની ગઈ છે. દર શિયાળા માં શાકોત્સવ નું આયોજન કરવામાં આવે છે.આ પ્રસંગે મંદીર ખાતે સંતો મહંતો અને મોટી સંખ્યામાં હરિભક્તોએ શાકોત્સવ ની સાથે સત્સંગ અને આરતીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

 

[wptube id="1252022"]
Back to top button