MORBIMORBI CITY / TALUKO

મોરબીનો સુપર આલાપ વિસ્તાર દબાણ કારણે વરસાદી પાણીમાં ગરકાવ

મોરબીનો સુપર આલાપ વિસ્તાર દબાણ કારણે વરસાદી પાણીમાં ગરકાવ : રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

 

મોરબીના આલાપ પાર્કની અડોઅડ ખેતર લઈ ફરતો વંડો વારી દીધેલ છે આ વંડાની અંદર આલાપ પાર્ક જમીન પર અનધિકૃત રીતે દબાણ કરેલ છે અને સુપર આલાપ વિસ્તારમાં આજે રાત્રે થયેલ વરસાદના કારણે વરસાદી પાણીના નિકાલ માટેનો વોંકળો બુરી દીધો હોય પરીણામેં સુપર આલાપ વિસ્તારમાં ચોંમાંસામાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે અને એ વિસ્તારમાં જવા માટેના મુખ્ય માર્ગમાં ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા છે તો આલાપ પાર્ક સોસાયટીના રહીશોની લાગણી અને માંગણીને સુપર આલાપનું થયેલ દબાણ વંડો દૂર કરી પાણીનો નિકાલ સુનિચિત કરવા માટે રજુઆત કરેલ છે.ચોમાસા અગાઉ આલાપ પાર્કના રહીશોએ કલેકટર,ચીફ ઓફિસર સહિતના અધિકારી અને પદાધિકારીઓ પાસે રજુઆત કરી હતી છતાં આજ દિન સુધી કોઈ પગલાં ભરવામાં આવેલ ન હોય આ સ્થિતિ થઈ છે.

[wptube id="1252022"]
Back to top button