HALOLPANCHMAHAL

હાલોલ નગરમાં વધુ એક હાઇવા ટ્રક કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ભુગર્ભ ગટર યોજનાના ખાડામાં ફસાઈ.

તા.૧૫.એપ્રિલ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગરમાં છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતથી તમામ મુખ્ય રોડ રસ્તાઓ ભૂગર્ભ ગટર યોજનાની ગોકુળગતીએ ચાલતી કામગીરી અંતર્ગત ખોદી નાખી પાઇપલાઇનની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા લાપરવાહી દાખવી જે તે સ્થિતિમાં અધૂરા પૂરાન કરીને છોડી દેવામાં આવતા રોજેરોજ નગરના વિવિધ વિસ્તારોમાં આવા ખોદેલા ખાડામાં વાહનો ફસાઈ જવાનો સિલસિલો યથાવત છે.જેને લઇ વાહન ચાલકો ભારે નુકસાની ભોગવી રહ્યા છે જે અંતર્ગત હાલોલ નગરના લીમડી ફળિયા ખાતે વધુ એક હાઇવા ટ્રક કપચી ભરેલો ભૂગર્ભ ગટર યોજનાના અધૂરા પુરાન કરેલા ખાડામાં ફસાતા હાઈવા ટ્રકના એક સાઈડના ટાયરો ખાડામાં ઉતરી જતા ભારે કલાકોની જેહમત બાદ ટ્રકને જીસીબી મશીન વડે બહાર કાઢવામાં આવ્યું હતું. જેમાં આ હાઇવા ટ્રક ચાલક અને નગરજનોએ કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button