
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઇથી સાપુતારાને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં સાકરપાતળ ગામ નજીક કાર ચાલકે મોટરસાયકલ સવારોને અડફેટમાં લેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો….પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ભાપખલ ગામનાં મંગેશ રાઉત,અને ગંગારામ રાઉત મોટરસાયકલ.ન.જી.જે.15.કે.કે.6625 પર સવાર થઈ સાકરપાતળ ગામ જઈ રહ્યા હતા. તે વેળાએ વઘઇથી સાપુતારાને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં સાકરપાતળ ગામ નજીકનાં નાહરી ધાબા નજીક મહારાષ્ટ્ર પાસિંગ હુંડાય કાર.ન.એમ.02.સી.વી.7050નાં ચાલકે આ મોટરસાઇકલ સવારોને અડફેટમાં લેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં મોટરસાઇકલ ચાલક મંગેશ રામદાસ રાઉતને પગમાં ફેક્ચર થતા તેને તાત્કાલીક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સાકરપાતળ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જ્યારે અન્ય યુવાનને મૂઢ માર લાગ્યો હતો.આ ઇજાગ્રસ્ત યુવાનોને વધુ સારવારનાં અર્થે હાલમાં વાંસદા ખાતે રિફર કરાયા છે. આ બનાવ સંદર્ભે વઘઇ પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…





