GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: લોકશાહીના મહાપર્વમાં મતદારોને સહભાગી થવા રૂબરૂ આમંત્રણ પત્રિકા પાઠવતા બી.એલ.ઓ તથા વોર્ડ ઓફિસરશ્રી

તા.૧૪/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

આમંત્રણ પત્રિકા સાથે “અચૂક મતદાન”નો સંદેશ પાઠવાયો

Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં આગામી તા. ૭ મે ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. લોકશાહીના મહાપર્વમા રાજકોટ જિલ્લાના વધુને વધુ મતદારો મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમ અને ઘરે-ઘરે રૂબરૂ મુલાકાત લઈ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે ૭૧- રાજકોટ ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં કોટડાસાંગાણી તાલુકામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત પુરુષ અને સ્ત્રીના મતદાનમાં ૧૦% કરતા વધુ તફાવત તેમજ ૫૦% થી વધારે તફાવત વાળા ગામ/વિસ્તારમાં ઘરે-ઘરે રૂબરૂ મુલાકાતનું આયોજન કરી તમામને મતદાન કરવા પ્રોત્સાહિત કરી લોકશાહીના પર્વમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો.

ઉપરાંત ૬૮ રાજકોટ પુર્વ વી. મ.વીમાં જિલ્લા પુરવઠા અધિકારી તથા મામલદાર શ્રી રાજકોટ પુર્વના માર્ગદર્શન હેઠળ ૫૦% કરતા ઓછું મતદાન થયેલ છે તથા પુરુષ અને સ્ત્રીના મતદાનમાં ૧૦% કરતા વધુ તફાવત રહેલ છે તે પૈકીના *ભાગ નંબર ૨૨૮ – સાગર સોસાયટી વિસ્તારોમાં અને ભાગ નંબર ૧ – કંસ્ટ્રકશન કોલોની, રેલ્વે લોકો કોલોની, જામનગર રોડ, રાજકોટ વિસ્તારોમાં ઝોનલ ઓફીસરશ્રી, તથા બુથ લેવલ ઓફિસરશ્રી દ્વારા ઘરે-ઘરે રૂબરૂ આમંત્રણ પત્રિકા નું વિતરણ કરી,વિસ્તારના સર્વે લોકોને મતદાર જાગૃતિ વિશેની સમજૂતી આપી તથા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા તથા કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી. સાથે જ પુરુષ અને સ્ત્રી મતદારો ના મતદાનમાં ૧૦ % થી વધુ તફાવતવાળા ઉપલેટા તાલુકાના કોલકી-૨ મતદાન મથકના વિસ્તારમાં પણ બી.એલ.ઓ.શ્રી દ્વારા ઘરે- ઘરે જઈને મતદારોને આમંત્રણ પત્રિકા આપી અને મતદાન કરવાં માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમ અધિક કલેક્ટર અને સ્વીપના નોડલ શ્રી જિજ્ઞાસાબેન ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button