KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ સડક ફળીયા ખાતેથી બાઇક ચોરાઈ જતાં પોલીસમાં ફરિયાદ.

તારીખ ૧૧ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર પરસોત્તમ નગર સોસાયટીમાં રહેતા ઈદરીશભાઈ યુસુફભાઈ જીવા કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તારીખ ૧૪/૨/૨૦૨૩ ના રોજ સવારના ૯:૩૦ થી ૧૧ વાગ્યાના સુમારે પોતાની હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ જીજે-૧૭-બીડી-૭૦૦૨ ની સડક ફળીયા મન્સૂરી દવાખાના પાસે મૂકેલી મોટરસાયકલ જોવા ન મળતા તેઓએ આજુબાજુના વિસ્તારમાં તેમજ સગાંસંબંધીઓ માં તથા મિત્રોને ત્યાં તપાસ કરતા/કરાવતા પણ મોટરસાયકલ મળી ન આવતા કોઈક ઈસમો દ્વારા મોટરસાયકલ ચોરાઈને લઈ ગયા હોવાનું જાણતા કાલોલ પોલીસ મથકે પોતાની ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમો સામે મોટરસાયકલ ચોરીની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

[wptube id="1252022"]
Back to top button