GUJARAT

જંબુસર તાલુકાના રૂનાડ ગામે શ્રી રામકબીર ઉ.બુ.વિદ્યાધય ખાતે વન્ય સપ્તાહ ઉજવણી કરવામાં આવી

સામાજિક વનીકરણની કચેરી જંબુસર તથા શ્રીરામકબીર ઉ.બુ.વિદ્યાધય રૂનાડ તા.જંબુસર ના સહયોગથી આજરોજ અમારી શાળામાં વન્ય પ્રાણી સપ્તાહ ની શાનદાર ઉજવણી કરવામાં આવી. જેમાં સામાજિક વનીકરણ ની કચેરી જંબુસર થી વન ફોરેસ્ટર શ્રી અનિલભાઈ પઢિયાર અને શ્રી વિક્રમસિંહ ખાસ ઉપસ્થિત રહી બાળકોને વન્ય પ્રાણીઓ આપણને ઉપયોગી છે. તે અંગે ખૂબજ સુંદર વાતો કરી હતી. શાળાના આચાર્ય શ્રી છગનભાઈ પરમારે બંન્ને અધિકારીશ્રીઓનું સ્વાગત કર્યુ હતું. કાર્યક્રમ બાદ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આમ ખૂબ જ ટૂંકો પણ સુંદર કાર્યક્રમ સંપન્ન થયો હતો.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button