
તા.૭ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જી.આઇ.ડી.સી., રૂડા, પાણી પુરવઠા બોર્ડના પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરાઇ
રાજકોટ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને ઔદ્યોગિક કાર્યવાહક સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટરશ્રી દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ઉપરાંત વિવિધ વિભાગોના પ્રશ્નો અંગે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં ઔદ્યોગિક કાર્યવાહક સમિતિ સાથે વિવિધ ઔદ્યોગિક એસોસીએશનના હોદેદારોએ નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગની પોલિસી, જરૂરિયાતો, જી.એસ.ટી., રેવન્યુ, પ્લોટ ફાળવણી સહિતના મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સાથેસાથે કલેકટરશ્રીએ જી.આઇ.ડી.સી., રૂડા, પાણી પુરવઠા બોર્ડ, તોલમાપ, મહાનગરપાલિકાના પ્રશ્નોના ઉકેલ સંદર્ભે પણ માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કે. વી. મોરી, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિક્ષકશ્રી અંકિત ગોહેલ, મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મેનેજરશ્રી ધર્મેશ માંકડીયા સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.








