GUJARATLAKHTARSURENDRANAGAR

લખતરના મફતિયાપરામા જાન આવતા આખલાએ આતંક મચાવ્યો – 15થી વધુ ઈજાગ્રસ્ત

તા.12/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં રખડતા ઢોરોના ત્રાસથી વાહનચાલકો સહિત રહિશોને હાલાકી પડી રહી છે શહેરના બસ સ્ટેન્ડ, યોગીરાજ હોટલ, શિયાણી દરવાજા સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરો અડીંગો જમાવીને બેઠા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ અવાર નવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે ત્યારે શહેરના મફતીયાપરા વિસ્તારમાં મનજીભાઈ સોલંકીના ઘેર લગ્ન પ્રસંગ હોય વિરમગામના કાજીપુરા ગામેથી જાન આવી હતી અને લગ્નની વીધી ચાલી રહી હતી તે દરમ્યાન અચાનક બે આખલાઓ બાખડી પડતા જાનૈયાઓમાં દોડધામ મચી જવા પામી હતી જેમાં 15થી વધુ જાનૈયાઓને આખલાઓએ અડફેટે લેતા ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી તેમજ સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે અને અગાઉ અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button