
તારીખ ૨ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી સી. એમ. પટેલ હાઇસ્કુલ, જીતપુરાના પટાંગણમાં બુધવારના રોજ સાંજના ૬:૩૦ થી રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી જીતપુરા પ્રાથમિક શાળાના ૧૩૦ વર્ષ પૂર્ણ થતાં સ્થાપ્નાદિનની ઉજવણી નિમિત્તે સી. એમ. પટેલ હાઇસ્કુલ,જીતપુરા તથા પ્રાથમિક શાળા જીતપુરાના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમમાં જે.એમ. પટેલ (જીલ્લા શિક્ષણાધિકારી પંચમહાલ )સતીષભાઈ જી.પટેલ (પૂર્વ જીલ્લા પ્રમુખ વડોદરા ) યાદવ (મેનેજર સર ઓફ સેન્ચ્યુરી ફાર્મા લી.)ગોપાલભાઈ.જી. પટેલ (કારોબારી સભ્ય ગુજરાત પ્રદેશ ભાજપા )છોટુદાદા (પ્રમુખ સી. એમ પટેલ હાઇસ્કુલ, જીતપુરા ), ટી. પી. ઓ.ગોધરા, બીટ કેળવણી નિરીક્ષક મહેલોલ, મહિપાલસિંહ. એમ.ચૌહાણ (આચાર્ય,સી એમ પટેલ હાઇસ્કુલ, જીતપુરા ) એ. કે પટેલીયા (આચાર્ય જીતપુરા પ્રાથમિક શાળા )અંજનાબેન. આર.પરમાર (સરપંચ )તથા બંને શાળાનો સ્ટાફ અને સૌ ગ્રામજનોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.કાર્યક્રમ ખુબ જ સફળ રહ્યો હતો.