GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ઘૂટું ગામે રીક્ષામાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઇસમ ઝડપાયો

MORBI મોરબીના ઘૂટું ગામે રીક્ષામાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઇસમ ઝડપાયો
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઘૂટું ગામની સીમમાં પાર્થ હોટેલ સામે નર્મદા કેનાલ પાસેથી સીએનજી રીક્ષા જીજે ૨૧ એક્સ ૮૩૧૯ શંકાસ્પદ લાગતા રિક્ષાને રોકી તલાશી લીધી હતી જે રીક્ષામાંથી ઈંગ્લીશ દારૂની ૧૮૦ ML ની વોડકાની બોટલ નંગ ૧૬૦ કીમત રૂ ૧૬ હજાર અને ૭૫૦ ML ની વોડકા બોટલ નંગ ૧૨ કીમત રૂ ૩૬૦૦ નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો

જેથી પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો અને રીક્ષા સહીત કુલ રૂ ૧,૧૯,૬૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી રીયાઝ રફીક પઠાણ (ઉ.વ.૨૦) રહે ન્યુ રેલ્વે કોલોની મોરબી મૂળ રહે બરવાળા તા. મોરબી વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]








