
તા.૧૪.એપ્રિલ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ નગરમાં ઉર્સે સૈયદના મૌલા અલીના ઉર્સની ઉજવણી હર્ષ ઉલ્લાસ અને ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવી હતી.જેમાં વડોદરાના ખાનકાહે એહેલે સુન્નતનાં સજ્જાદા નશીન સૈયદ મોયુનુદ્દીન બાબા કાદરીના માર્ગદર્શન હેઠળ હાલોલના પાવાગઢ રોડ પર આવેલ હઝરત બાદશાહ બાબાની દરગાહ ખાતેથી ભવ્ય જુલૂસ નીકળ્યુ હતું.જેમાં હાલોલના મદ્રેસાઓના નાના ભૂલકાઓ અને નાની બાળાઓ અને મુસ્લિમ સમુદાયના આગેવાનો જોડાયા હતા. ઇસ્લામ ધર્મના ચૌથા ખલીફા હઝરત સૈયદના મૌલા અલીની યાદમાં આ ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આ જુલુસ નગરના મુખ્ય માર્ગો પર ફરી હાલોલના લીમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ફૂલશહિદ બાબાની દરગાહ ખાતે આવી પહોંચ્યું હતું અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.ત્યારબાદ દરગાહ ખાતે સલાતો સલામ અને દુઆ કરવામાં આવી હતી જ્યારે રઝા યંગ સર્કલ કમિટી દ્વારા નિયાઝ તકસીમ કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ અને મુસ્લિમ સમુદાયના આગેવાનો જોડાયા હતા.










