GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, રાજકોટ જિલ્લાના ૨૧, ૦૫૧ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા

તા.૯/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લાના દરેક કેન્દ્રનું પરિણામ ૯૦%થી ઉપર:સૌથી વધુ વાંગધ્રા કેન્દ્રનું ૯૮.૪૫% સાથે જિલ્લાનું કુલ પરિણામ ૯૩.૨૯%

Rajkot: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ ૧૨ ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા માર્ચ-૨૦૨૪નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ ૧૨માં સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી તેમજ સંસ્કૃત મધ્યમા પ્રવાહના રાજકોટ જિલ્લાના કુલ ૨૧,૦૫૧ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા તેમજ જિલ્લાનું સામાન્ય પ્રવાહ પરિણામ ૯૩.૨૯ પ્રતિશત આવ્યું છે.

રાજકોટ જિલ્લાના ધોરણ ૧૨ ના કુલ ૨૨,૬૧૭ વિદ્યાર્થીઓમાંથી ૨૨,૫૬૬ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ની પરીક્ષા આપી હતી. જેમાંથી ૮૮૯ વિદ્યાર્થીઓ A1, ૩૯૮૪ વિદ્યાર્થીઓ A2, ૫૪૮૧ વિદ્યાર્થીઓ B1, ૫૩૭૫ વિદ્યાર્થીઓ B2, ૩૮૨૭ વિદ્યાર્થીઓ C1,૧૩૭૩ વિદ્યાર્થીઓ C2, ૧૧૧ વિદ્યાર્થીઓ D ગ્રેડમાં સાથે પાસીંગ માર્ક સહિતના એમ કુલ ૨૧,૦૫૧ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

જિલ્લાના પરીક્ષા કેન્દ્ર પ્રમાણે જોઈએ તો, ધોરાજી કેન્દ્ર પર ૯૯૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૯૪૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ કેન્દ્રનું પરિણામ ૯૪.૮૯% આવ્યું છે. તો ગોંડલમાં ૨૨૦૬ વિદ્યાર્થીઓમાંથી ૨૦૨૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ ૯૧.૮૯%, જેતપુરમાં ૧૧૨૫ વિદ્યાર્થીઓમાંથી ૧૦૨૪ પાસ થઈ ૯૧.૦૨ %, રાજકોટ પૂર્વમાંથી ૨૨૫૮ વિદ્યાર્થીઓમાંથી ૨૦૭૧ વિદ્યાર્થીઓ પાસ થઈ ૯૧.૭૨%, રાજકોટ પશ્ચિમમાંથી ૩૯૯૯ વિદ્યાર્થીઓમાંથી ૩૭૫૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ ૯૩.૮૨%, જસદણ કેન્દ્રમાં ૧૦૨૦ વિદ્યાર્થીઓમાના ૯૬૧ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ ૯૪.૨૨%, જામકંડોરણા કેન્દ્રમાંથી ૩૫૯ વિદ્યાર્થીઓમાંથી ૩૨૬ વિદ્યાર્થીઓ પાસ થઈ ૯૦.૮૧% પરિણામ મેળવ્યું હતું.

રાજકોટ દક્ષિણમાંથી ૨૭૫૯ વિદ્યાર્થીઓમાંથી ૨૬૨૩ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ ૯૫.૦૭%, ત્રંબા કેન્દ્ર પરથી ૩૪૮ વિદ્યાર્થીમાંથી ૩૩૬ વિદ્યાર્થીઓ પાસ થતા ૯૬.૫૫% , ઉપલેટા કેન્દ્ર પરથી ૮૧૯ વિદ્યાર્થીઓમાંથી ૭૭૨ વિદ્યાર્થીઓ પાસ થતા ૯૪.૨૬%, પડધરી કેન્દ્ર પરથી ૪૦૩ વિદ્યાર્થીઓમાંથી ૩૬૬ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ ૯૦.૮૨%, રાજકોટ સેન્ટ્રલ કેન્દ્ર પરથી ૨૯૨૬ વિદ્યાર્થીઓમાંથી ૨૬૭૫ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ ૯૧.૪૨%, રાજકોટ ઉત્તર કેન્દ્ર પરથી ૧૧૫૮ વિદ્યાર્થીઓમાંથી ૧૦૮૦ વિદ્યાર્થીઓ પાસ થઈ ૯૩.૨૬%, ભાયાવદર કેન્દ્રના ૨૨૬ વિદ્યાર્થીઓમાંથી ૨૦૫ વિદ્યાર્થીઓ પાસ થતાં ૯૬.૭૧%, વિંછીયા કેન્દ્રના ૫૫૨ વિદ્યાર્થીઓમાંથી ૫૩૦ વિદ્યાર્થીઓ પાસ થતા ૯૬.૦૧ %, રૂપાવટી કેન્દ્રના ૪૩૩ વિદ્યાર્થીઓમાંથી ૪૧૮ ઉત્તીર્ણ થતાં ૯૬.૫૪%, વાંગધ્રા કેન્દ્રના ૧૯૪ માંથી ૧૯૧ વિદ્યાર્થીઓ સૌથી વધુ ૯૮.૪૫% અને આટકોટ કેન્દ્રના ૪૩૫ વિદ્યાર્થીઓમાંથી ૪૧૭ ઉત્તીર્ણ થતા ૯૫.૮૬ પ્રતિશત સાથે જિલ્લાનાં દરેક કેન્દ્રનુ પરિણામ ૯૦%થી ઉપર રહ્યું છે. જિલ્લાનું કુલ પરિણામ ૯૩.૨૯% જોવા મળ્યું છે તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની પરિણામ પુસ્તિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button