
મોટાભાગ ના સમાચાર માધ્યમોમાં આજે સમાચાર આવ્યા કે ગુજરાતમાં પાંચ શહેરોની નગરપાલિકાને અપગ્રેડ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવામાં આવશે. જોકે, રાજ્યના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે સ્પષ્ટતા કરી છે. અશ્વિની કુમારે કહ્યું કે, કેબિનેટ બેઠકમાં આવી કોઇ ચર્ચા જ કરવામાં આવી નથી.
નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી નગરપાલિકાને અપગ્રેડ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન બનશે તેવી વાત મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લીલી ઝંડી મળી હોવાની વાત વહેતી થઇ હતી. જોકે, આ વાતમાં બિલકુલ તથ્ય ના હોવાનું સામે આવ્યું છે. શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ગુજરાતની પાંચ નગરપાલિકાઓને મહાનગરપાલિકા તરીકે અપગ્રેડ કરવામાં આવશે તેવા જે સમાચાર વાયરલ થયા હતા તેમાં કોઇ તથ્ય નથી.
શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે આ સંદર્ભમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે રાજ્ય મંત્રી મંડળની મળેલી કેબિનેટ બેઠકમાં આવો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી કે કેબિનેટના એજન્ડામાં આ બાબત ચર્ચામાં લેવામાં આવેલી નથી.










