GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ સંસદીય મત વિસ્તારના નાગરિકોને મતદાન માટે આકર્ષવાના ઉમદા આશયથી નવતર અભિગમ

તા.૨૪/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અવસર ઉજવીશ હું, મારા સ્વેગમાં.. : ઈલેક્શન સોંગ રિલીઝ

નાયબ મામલતદારશ્રી પ્રીતિબેન વ્યાસની કલમે લખાયેલા બે ગીતોમાં મતદાનની અપીલ

Rajkot: સમગ્ર દેશમાં લોકશાહીનો રૂડો અવસર ગણતરીના દિવસોમાં આવી રહ્યો છે. રાજકોટ સંસદીય મત વિસ્તારનો દરેક નાગરિક આ મહાપર્વની ઉજવણીમાં જોડાય, તેવા ઉમદા આશયથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીના નેતૃત્વમાં મતદાન જાગૃતિ અભિયાન વેગવંતુ બની રહ્યું છે. જે અન્વયે સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં યુવાનોને મતદાન માટે પ્રેરિત કરવા રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે નવતર અભિગમરૂપે નાયબ મામલતદારશ્રી પ્રીતિબેન વ્યાસની કલમે લખાયેલા બે ગીતોના વિડીયો રીલીઝ કરવામાં આવ્યાં છે.

જેમાં ૯૮.૩ માય એફ.એમ.ની આર.જે. હિરવા અભિનીત ન્યુ ઈલેક્શન સોંગ ઈન્સ્ટાગ્રામ સહિતના સોસીયલ મીડિયા પર gujaratceo હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું છે. જેમાં મતદાનની તારીખ, ચૂંટણીલક્ષી એપ્લીકેશન્સ, મતદાનનું મહત્વ જેવી બાબતોને યુવાનોને આકર્ષે તેવી સરળ ભાષામાં રજૂ કરવામાં આવી છે. આ ગીતના શબ્દો છે – દસ મિનિટ દેશ માટે, દસ મિનિટ લોકશાહી માટે, દસ મિનિટ મારી ફરજ માટે.. બસ આ અવસર ઉજવીશ હું, મારા સ્વેગમાં..

એટલું જ નહીં, ગત વિધાનસભા ચૂંટણીમાં જિલ્લા ટ્રાન્સજેન્ડર આઇકોનશ્રી રાગિણી પટેલ અભિનીત ‘હર એક વોટ જરૂરી હોતા હૈ’ અન્ય એક ગીત એડિટીંગ સાથે ફરીવાર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ટ્રાન્સજેન્ડર્સ દ્વારા મતદાતાઓને લોકસભાની ચૂંટણીમાં મતદાનની અપીલ કરવામાં આવી છે. તેમજ મતદાનના દિવસે ‘દસ મિનિટ દેશ માટે’ ફાળવીને અચૂક મત આપવા જવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button