તા.૨૧/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર – રાજકોટ દ્વારા આયોજિત કેન્દ્ર સરકારશ્રીની “બેટી બચાવો, બેટી પઢાઓ” યોજના અંતર્ગત “કોફી વિથ ડિસ્ટ્રીક્ટ એડમિનીસ્ટ્રેશન” કાર્યક્રમનું આયોજન તા. ૨૨/૦૧/૨૦૨૪ ને સોમવારે સાંજે ૦૪.૦૦ કલાકે, હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જીલ્લાના અધિકારીઓ દ્વારા રાજકોટ જિલ્લામાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓને માર્ગદર્શન અને પ્રેરણા મળી રહેશે. તેમ જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








