MALIYA (Miyana):માળિયાના અણીયારી ટોલનાકેથી ઇંગ્લિશ દારૂ-બીયર ભરેલ ટ્રક ઝડપાયો

MALIYA (Miyana):માળિયાના અણીયારી ટોલનાકેથી ઇંગ્લિશ દારૂ-બીયર ભરેલ ટ્રક ઝડપાયો
લોકસભા ચુંટણીને પગલે મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ તરફથી એક ટ્રક ટ્રેઇલર આરજે ૫૨ જીએ ૪૯૧૯ વાળું માળિયા તરફ આવતો હોય જેમાં દારૂનો જથ્થો ભરેલ હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને માળિયાના અણીયારી ટોલનાકા પાસે વાહન ચેકિંગ કામગીરી કરતી વેળાએ ટ્રક ટ્રેઇલર ઝડપી લેવામાં સફળતા મળી હતી

જે ટ્રક ટ્રેઇલરની તલાશી લેતા રોયલ સ્ટગ બેરલ સિલેક્ટ વ્હીસ્કી બોટલ નંગ ૨૨૮૦, રોયલ ચેલેન્જ ફાઈન વ્હીસ્કી બોટલ નંગ ૪૫૦૦, ઈમ્પીરીયલ બ્લુ વ્હીસ્કી બોટલ ૧૦૬૮, ઈમ્પીરીયલ બુ વ્હીસ્કી બોટલ નંગ ૧૧૭૬ બોટલ અને ૪૮૦૦ બોટલ તેમજ મેડકોલ નંબર 1 વ્હીસ્કી બોટલ નંગ ૩૫૭૬, મેકડોલ નંબર 1 વ્હીસ્કી બોટલ નંગ ૬૦૦૦, સિગ્નેચર વ્હીસ્કી બોટલ નંગ ૫૨૦ સહીત કુલ બોટલ નંગ ૨૩૮૨૦ કીમત રૂ ૬૬,૦૨,૪૦૦ તેમજ બીયર ટીન નંગ ૬૭૨૦ કીમત રૂ ૬,૭૨,૦૦૦ તેમજ ટ્રક અને અન્ય મુદામાલ સહીત કુલ રૂ ૧,૦૭,૯૨,૭૯૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે

તેમજ ટ્રક ચાલક મોહિન્દરસિંગ રશલસિંગ (ઉ.વ.૪૮) રહે જમ્મુ વાળાને ઝડપી લીધો હતો તો આરોપી અરમેશ બાબુ રહે યુપી અને બીટુભાઈ રહે પંજાબ તેમજ માલ મંગાવનાર ઈસમો વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે









