KALOL(Panchamahal)PANCHMAHAL

મોટી પિંગળી ગામના વૃદ્ધ નુ ચક્કર આવ્યા બાદ સારવાર દરમ્યાન મોત નિપજતા પોલીસ મથકે જાણ કરાઈ

તારીખ ૨૧ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મોટી પિંગળી ગામના કાસલા ફળિયામાં રહેતા ૭૨ વર્ષીય ભારતસિંહ મોહનસિંહ સોલંકી ૨૦/૦૪ ના રોજ બપોરના ૧૨/૦૫ કલાકે નેશનલ હાઇવે પર મોટી પિંગળી ગામે રોડ ની સાઈડમાં આવેલ ઝાડો ને પાણી છાંટતા હતા તે સમયે તેઓને ચક્કર આવતા તેઓના સગા દ્વારા વડોદરા એસ એસ જી હોસ્પીટલ ખાતે દવા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોકટરે તેઓને મરણ પામેલ જાહેર કરતા એસ એસ જી હોસ્પીટલ નાં સીએમઓ ડોકટર વિજય બારેકરે કાલોલ પોલીસ મથકે જાણ કરતા પોલીસે સીઆરપીસી કલમ ૧૭૪ મુજબ નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button